________________
૧૪૯
ઉપદેશમાળા
ફેરવજો, કારણ કે હું જિન નહીં છતાં હું જિન છું એવું મેં લોકમાં કહેવરાવ્યું છે.” આ પ્રમાણે આત્મનિંદા કરતો સતો મરણ પામીને તે બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. પછી શિષ્યોએ ગુરુનું વચન માન્ય કરવા માટે ઉપાશ્રયની અંદર શ્રાવસ્તી નગરી આલેખી કમાડ બંઘ કરી કલેવરને પગે રઘુ બાંધીને ચારે તરફ ફેરવ્યું.
એ પ્રમાણે સુનક્ષત્ર મુનિની પેઠે અન્ય સાઘુએ પણ ગુરુભક્તિમાં રાગ કરવો, એવો આ કથાનો ઉપદેશ છે.
पुण्णेहिं चोइया पुर-क्खडेहि, सिरिभायणं भविअसत्ता। गुरुमागमेसिभहा, देवयमिव पञ्जुवासंति ॥१०१॥
અર્થ–“પૂર્વકૃત પુણ્યવડે પ્રેરાયેલા, લક્ષ્મીના ભાજન અને આગામી કાળે જેમનું કલ્યાણ થવાનું છે એવા ભવ્ય જીવો પોતાના ગુરુને દેવતાની જેમ સેવે છે. અર્થાત જેવી રીતે દેવની સેવા કરે તેવી રીતે ગુરુની સેવા કરે છે.”
बहुसुक्ख सयसहस्साण, दायगा मोअगा दुहसयाणं।
आयरिआ फुडमेअं, केसि पएसिअ तें हेउ ॥१०२॥
અર્થ–“બહુ પ્રકારના લાખોગમે સુખના આપનાર અને સેંકડો અથવા હજારો દુઃખથી મુકાવનારા ઘર્માચાર્ય હોય છે, એ વાત પ્રગટ છે એમાં સંદેહ જેવું નથી. પ્રદેશી રાજાને કેશી ગણઘર તેવી જ રીતે સુખના હેતુ થયેલા છે.”
પ્રદેશી રાજાનું દ્રષ્ટાંત જંબૂઢીપના ભારતવર્ષમાં કૈક્યાદ્ધ દેશમાં શ્વેતાંબી નામે નગરી છે. ત્યાં અઘમનો શિરોમણિ, જેના હસ્ત નિરંતર રુધિરથી લેપાયેલા જ રહે છે એવો પરલોકની દરકાર વિનાનો અને પુણ્ય-પાપમાં નિરપેક્ષ એવો પ્રદેશ નામનો રાજા હતો. તેને ચિત્રસારથિ નામનો મંત્રી હતો. એક દિવસે પ્રદેશી રાજાએ મંત્રીને શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની પાસે મોકલ્યો. ત્યાં તે કેશીકુમાર નામના મુનિની દેશના સાંભળીને પરમ શ્રાવક થયો. પછી તેણે કેશીકમારને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામિનું! એક વખત આપે શ્વેતાંબી નગરીમાં પઘારવાની કૃપા કરવી. આપને તેથી લાભ થશે.” કેશીગણઘરે કહ્યું કે “તમારો રાજા બહુ દુષ્ટ છે તેથી કેવી રીતે આવીએ?” ચિત્રસારથિએ કહ્યું કે “રાજા દુષ્ટ છે તો તેથી શું? ત્યાં બીજા ભવ્ય જીવો પણ ઘણા વસે છે. ત્યારે કેશીકુમારે કહ્યું કે “પ્રસંગે જોઈશું.” પછી ચિત્રસારથિ શ્વેતાંબીએ આવ્યો.
અન્યદા કેશીકુમાર પણ ઘણા મુનિઓથી પરિવૃત્ત થઈ શ્વેતાંબીની બહાર મૃગવન નામના ઉપવનમાં પઘાર્યા. ચિત્રસારથિ તેમનું આવવું સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે “હું રાજ્યનો હિતચિંતક છતાં દુબુદ્ધિ અને પાપી એવો