________________
(૧૨) શ્રી અંબૂસ્વામીનું દૃષ્ટાંત
જંબૂકુમાર કહે છે કે “તમોએ જે કહ્યું તે બરાબર છે, પરંતુ તમે બઘી ગઘેડા જેવી છો અને તમારો સ્વીકાર કરવો એ ગઘેડાના પૂંછડાને પકડી રાખવા બરાબર છે. વળી તમે લવાન હોવાથી તમને આવું વાક્ય બોલવું ઉચિત નથી. આવા શબ્દો તે જ સહન કરે કે જેને રહેવાનું ઠેકાણું હોતું નથી. વળી જે બ્રાહ્મણની જેમ પૂર્વભવનો કરજદાર હોય છે, તે જ દાસ થઈને તેના ઘરમાં રહે છે.
- વિપ્રનું દ્રષ્ટાંત કુશસ્થલ નગરમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને ઘેર એક ઘોડી હતી, તેની ચાકરી માટે એક માણસ રાખ્યો હતો. તે માણસ હંમેશા ઘોડીને માટે જે ખાવાનું આપે તેમાંથી પોતે ગુપ્ત રીતે ખાઈ જતો હતો. ખોરાક ઓછો મળવાથી ઘોડી શરીરે દુર્બળ થઈ અને છેવટે મરી ગઈ. મરણ પામીને તે જ નગરમાં વેશ્યા થઈ અને પેલો માણસ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. એક દિવસે તેણે તે વેશ્યાને જોઈ, એટલે પૂર્વભવના ઋણને લઈને તે વેશ્યાના ઘરમાં દાસ થઈને રહ્યો અને તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો. પણ હું એ દાસની જેમ ભોગની આશાથી દાસ થઈને ઘરમાં રહીશ નહીં.” - હવે સાતમી સ્ત્રી રૂપશ્રી કહેવા લાગી કે “હે સ્વામી!હમણાં તમે અમારું કહેવું નહીં માનો, પણ પછીથી માસાહસ પક્ષીની પેઠે તમને સંકટ પ્રાપ્ત થશે ત્યારે સમજશો
( માસાહસ પક્ષી દ્રષ્ટાંત - એક માસાહસ નામનું પક્ષી કોઈ વનમાં રહેતું હતું. તે પક્ષી સુતેલા વાઘના મુખમાં પેસી, તેની દાઢમાં વળગેલ માંસનો પિંડ લઈ બહાર આવી એમ બોલતું હતું કે આ પ્રમાણે કોઈએ સાહસ કરવું નહીં.” આટલા ઉપરથી જ તેનું નામ “માસાહસ પડ્યું હતું. તે પક્ષી જે પ્રમાણે કહેતું હતું તે પ્રમાણે પોતે જ વર્તતું નહોતું. તેને બીજા પક્ષીઓએ ઘણી વાર વાર્યું, છતાં પણ માંસમાં લોલુપ થઈને તે વારંવાર વાઘના મુખમાં પેસતું હતું. એમ કરતાં વાઘ જાગ્યો એટલે તે પક્ષીનો કોળિયો કરી ગયો.”
જંબૂકુમાર કહે છે–“હે સ્ત્રીઓ! આ સંસારમાં કોઈ રક્ષણ કરનાર નથી. માત્ર જેમ પ્રધાનને તેના ઘર્મમિત્રે સહાય આપી તેમ ઘર્મમિત્ર શરણે જતાં રક્ષણ કરે છે.
ત્રણ મિત્ર દ્રષ્ટાંત | "સુગ્રીવપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. તેને સુબુદ્ધિ નામે મંત્રી હતો. તે મંત્રીને ત્રણ મિત્રો હતા. એક નિત્યમિત્ર, બીજો પર્વમિત્ર અને ત્રીજો પ્રણામમિત્ર. રાજા તરફથી કષ્ટ પ્રાપ્ત થયે આ ત્રણ મિત્રમાંથી પ્રણામમિત્રે કેવી રીતે રક્ષણ આપી પ્રઘાનને બચાવ્યો તેની કથા પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવી. તે ત્રણ મિત્રનો ઉપનય આ પ્રમાણે છે