________________
(૪) ભરત ચક્રીનું દૃષ્ટાંત
૩૭
અક્ષરો વાંચ્યા; એટલે ભરત ચક્રવર્તીને આવેલા જાણી કોપરહિત થઈ ભેટલું લઈ પરિવાર સહિત તેમની સન્મુખ ચાલ્યો. નજીક આવીને તે ચક્રવર્તીના ચરણમાં પડ્યો ને બોલ્યો કે ‘હે સ્વામિન્! મારો અપરાધ ક્ષમા કરો. હું તમારો સેવક છું. આટલા દિવસ સુધી હું સ્વામીરહિત હતો, હવે આપના દર્શનથી સનાથ થયો છું.’ એ પ્રમાણે કહી, નમસ્કાર કરી, ભેટ ઘરી, રજા લઈને સ્વસ્થાને ગયો. પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અઠ્ઠમ તપનું પારણું કર્યું.
ત્યાર પછી પાછું ચક્ર આકાશમાં ચાલ્યું. સૈન્ય પણ તેની પાછળ ચાલ્યું. અનુક્રમે તેઓ દક્ષિણ સમુદ્રના કિનારે આવ્યા. પહેલાની જેમ તે દિશાના સ્વામી વરદામદેવને પણ જીત્યો, ત્યારબાદ પશ્ચિમ દિશામાં પ્રભાસદેવને જીતીને ચક્રે ઉત્તરદિશા ભણી પ્રયાણ કર્યું. અનુક્રમે વૈતાઢ્ય પર્વત પાસે આવીને ચક્રવર્તી અઠ્ઠમ તપ કરી તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક કૃતમાલદેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયો અને તમિસ્રા ગુફાનું દ્વાર ઉઘાડ્યું. સૈન્યસહિત ભરતરાજાએ મિસ્રા ગુફામાં પ્રવેશ કર્યો. મણિરત્નના પ્રકાશવડે સૈન્ય સહિત આગળ ચાલતાં ‘નિમગ્ના’ અને ‘ઉન્નિમગ્ના' નામની બે નદીઓ આવી. તે નદીઓ ચર્મરત્ન વડે ઊતર્યા અને આગળ ચાલી ગુફાના બીજા દ્વાર પાસે આવી સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ રાજાઓ રહે છે તેઓ એકઠા થયા અને ચક્રીની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચક્રીએ તે બધાને જીતી લીઘા, તેથી તે ચક્રીના સેવકો થયા. ત્યાં આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચક્રી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગંગાના તીરે સૈન્યનો પડાવ નાખ્યો. ત્યાં નવ નિધિઓ પ્રગટ થયા.
તે નવ નિધાનનું સ્વરૂપ આ પ્રમાણે—૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સર્વરત્ન પ, મહાપદ્મ, ૬ કાળ, ૭ મહાકાળ, ૮ માણવક ને ૯ શંખ—એ પ્રમાણે તેનાં નામો છે. તે ગંગાના મુખમાં રહેનારા છે. આઠ પૈડાંવાળા, આઠ યોજન ઊંચા, નવ યોજન વિસ્તારવાળા ને બાર યોજન લાંબા મંજીષાને આકારે છે. તેના વૈઝૂર્યમણિના કમાડ (બારણા) છે, કનકમય છે, વિવિધ પ્રકારનાં રત્નોવડે પરિપૂર્ણ છે, અને તેના અધિષ્ઠાતા દેવો તે જ નામના પલ્યોપમના આયુષ્યવાળા હોય છે.
ચક્રીએ ગંગાના તીરે રહીને આઠ દિવસ સુધી તે નિશ્વાન સંબંધી ઉત્સવ ર્યો. ગંગા નદીની અધિષ્ઠાયિકા ગંગા નામે દેવી ભરતચક્રીને પોતાના આવાસમાં લઈ ગઈ. ત્યાં તેની સાથે એક હજાર વર્ષપર્યંત ભોગ ભોગવ્યા. ત્યાર પછી ચક્ર આગળ ચાલ્યું, એટલે ચક્રીએ વૈતાઢ્ય પર્વત પાસે આવી તેની ઉપર રહેનાર ‘નમિ’ અને ‘વિનમિ’ નામના વિદ્યાધરોને જીત્યા. વિનમિ વિદ્યાધરે પોતાની પુત્રી ચક્રીને આપી. તે સ્ત્રીરત્ન થઈ. એ પ્રમાણે ભરતચક્રી સાઠ હજાર વર્ષ પર્યંત દિગ્વિજય કરીને અયોધ્યામાં પાછા આવ્યા અને ષટ્યુંડાધિપતિ મહા ઋદ્ધિમાન થયા.