________________
૩રર
ઉપદેશમાળા
इय गणियं इय तुलियं, इय बहुआ दरिसियं नियमियं च । जह तह विन पडिबुज्झइ, किं कीरइ ? नूण भवियव्वं ॥४८१॥
અર્થ-“આ પ્રમાણે (પૂર્વે કહ્યા પ્રમાણે) એટલે શ્રી ત્રિકષભદેવ અને મહાવીર સ્વામીની જેમ ઘર્મમાં ઉદ્યમ કરવો એમ કહ્યું. આ પ્રમાણે અવંતીસુકુમાલ આદિની જેમ પ્રાણાંતે પણ ઘર્મનો ત્યાગ કરવો નહીં એમ તુલના કરી, આ પ્રમાણે આર્યમહાગિરિ વગેરેના દ્રષ્ટાંતે કરીને ઘણે પ્રકારે બતાવ્યું તથા ઘણે પ્રકારે સમિતિ, કષાયાદિકના ફળભૂત દ્રતો દેખાડવા વડે નિયંત્રણા દેખાડી, તોપણ આ જીવ જો પ્રતિબોઘ ન પામે તો શું કરીએ? ખરેખર તે જીવની ચિરકાળ ભવભ્રમણરૂપ ભવિતવ્યતા જ છે; નહીં તો તે કેમ પ્રતિબોઘ ન પામે? માટે જરૂર તેની એવી જ ભવિતવ્યતા છે એમ જાણવું.” . વિશ્વમાં સુપુળો ને, સંમલેહી સિવિલ હોફા.
તો તે રિઝ પડવા, લુન પછી હુ માફ કંટર અર્થ–“વળી હે શિષ્ય!જે પુરુષે સંયમશ્રેણી (જ્ઞાનાદિક ગુણશ્રેણી) શિથિલ કરેલી છે તે પુરુષે કરીને શું? (તે પુરુષ શા કામનો ?.કાંઈ જ નહીં) કેમકે તે પુરુષ નિશે તે શિથિલપણાને જ પામે છે, અને શિથિલ થયા પછી દુખે કરીને ઉદ્યમ કરી શકે છે. એટલે શિથિલ થયા પછી ઉદ્યમ કરવો અશક્ય છે. માટે પ્રથમથી જ શિથિલ થવું નહીં, એ અહીં તાત્પર્ય છે.”
जइ सव्वं उवलद्धं, जइ अप्पा भाविओ उवसमेणं ।
વાઉં વાર્થ માં, ૩પ ગઇ ન ફા૪૮રૂા. અર્થ–“વળી હે ભવ્ય પ્રાણી! જો તે પૂર્વોક્ત સર્વ સામગ્રી પ્રાપ્ત કરી હોય અને જો ઉપશમવડે આત્મા ભાવિત (વાસિત) કર્યો હોય તો તું કાયયોગ, વચનયોગ અને મનયોગને જે પ્રમાણે ઉન્માર્ગે ન જાય તેમ કર, તેવી રીતે પ્રવર્તાવ.”
हत्थे पाए न खिवे, कायं चालिज्ज तं पि कोण ।
कुम्मो व्व सए अंगे, अंगोवंगाइ गोविञ्जा ॥४८४॥ અર્થ– “હાથ તથા પગને સંકોચવા એટલે કાર્ય વિના હલાવવા નહીં અને જે કાયાને એટલે કાયયોગને ચલાવવો તે પણ કાર્ય હોય તો જ ચલાવવો, કાર્ય વિના ચલાવવો નહીં, અને કૂર્મ એટલે કાચબાની જેમ નિરંતર શરીરને અને ભુજા, નેત્ર વગેરે અંગોપાંગને ગુપ્ત રાખવાં એટલે તેને પણ કાર્ય વિના ચલાવવાં નહીં.”
કૂર્મની કથા વારાણસી નામની મહાપુરીમાં ગંગાનદીની પાસે એક મૃગંગા નામનો મોટો દ્રહ છે. તેની સમીપે માલુયા કચ્છ નામે એક મોટું ગહન વન છે. તે વનમાં બે દુષ્ટ