________________
૩ર૧
પ્રમાદીને ધિક્કાર પ્રમત્તશીલનો સંયમ કેવો હોય? અર્થાતું પ્રમાદીએ ગ્રહણ કરેલો તેવા પ્રકારનો સંયમ કેવો હોય? અર્થાત્ સર્વથા તેનો તે સંયમ (ચારિત્ર) કહેવાય જ નહીં.”
चंदु व्व कालपक्खे, परिहाइ पए पए पमायपरो ।
तह उग्घरविग्घरनि-रंगणो य न य इच्छियं लहई ॥४७७॥ અર્થ–“કૃષ્ણ પક્ષમાં ચંદ્રની જેમ એટલે જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે હીન થાય છે, તેમ પ્રમાદવાન પુરુષ પગલે પગલે હાનિ પામે છે. જોકે તે ગૃહનો (સંસારનો) ત્યાગ કરીને, વિઘર એટલે વિશેષપણે ઘરનો ત્યાગ કરીને એટલે પ્રવ્રજ્યા લઈને અને સ્ત્રીનો ત્યાગ કરીને પણ ઇચ્છિત એટલે સ્વર્ગાદિક વાંછિત ફળને પામતો નથી.” .
भीओबिग्ग निलुक्को, पागडपच्छन्नदोससयकारी। __ अप्पच्चयं जणंतो, जणस्स धी जीवियं जियइ ॥४७८॥
અર્થ–“ભય પામેલો (પાપાચરણ કરેલ હોવાથી હવે શું થશે? એમ ભય પામેલો), ઉદ્વિગ્ન (મનની સમાધિ રહિત), નિલક્ક (પોતાના પાપને ઢાંકનારો), અને પ્રકટ તેમજ પ્રચ્છન્ન સેંકડો દોષને કરનારો તથા માણસોને અવિશ્વાસ ઉતાન્ન કરનારો એવો જે પુરુષ જીવે છે તે શિક્ છે, અર્થાત્ તે નિંદજીવિત છે, તેના જીવતરને ધિક્કાર છે.” .
. તર્દિ વિના પહા, મારી વારસા વિ સંvisiીતા " . ને પૂછત્તરગુણા, વયિા તે ગણિsiતિ ૪૭
. અર્થ–“તે દિવસો, તે પક્ષો (પખવાડિયા), તે મહિનાઓ અને તે વર્ષો પણ ગણતરીમાં ગણવાં જ નહીં. અર્થાતુ ઘર્મરહિત વ્યતીત થયેલા દિવસો, પક્ષો, માસો કે વર્ષો નિષ્ફળ જ છે. પરંતુ જે દિવસો વગેરે મૂલ અને ઉત્તર ગુણ વડે અસ્મલિત એટલે નિરતિચારવાળા ગયા હોય, તે જ દિવસો વગેરે ગણતરીમાં આવે છે; અર્થાત્ ઘર્મયુક્ત દિવસો જ લેખામાં છે, બાકીના વ્યર્થ છે.” - जो न वि दिणे दिणे, संकलेई के अञ्ज अजिया मए गुणा।
अगुणेसु अन हु खलिओ, कह सो उ करिज अप्पहि॥४८८॥
અર્થ–“આજે મેં ક્યા ગુણો ઉપાર્જિત કર્યા? એટલે મને આજે જ્ઞાનાદિ કયો ગુણ પ્રાપ્ત થયો? એ પ્રમાણે જે પુરુષ દિવસે દિવસે સંકલન કરતો નથી–વિચાર કરતો નથી તથા જે પુરુષ પ્રમાદ અને અતિચાર રૂપ અગુણમાં અલના પામતો નથી–તેને તજતો નથી અર્થાત્ અગુણની આરાધનામાં (આચરણમાં) તત્પર રહે છે તે પુરુષ પોતાના આત્માનું હિત શી રીતે કરી શકે? ન જ કરી શકે.”
૨૧
: