________________
(૨૪) શાલિભદ્રનું દૃષ્ટાંત
परियच्छंति य सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिन्नू, सहंति बहुअस्स बहुआई ॥ ८३ ॥ અર્થ—“(જે સાધુ હોય છે તે) યથાસ્થિત, સત્ય અને સંદેહ વિનાનું જીવઅજીવ આદિ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણે છે તેથી તેવા જિનવચનની વિધિના જાણવાવાળા સાધુઓ ઘણાં જનોનાં ઘણાં દુર્વચનાદિ સહન કરે છે.” તેથી તેમનું તપ મોટા ફળને અર્થે થાય છે.
૧૨૯
जो जस्स वट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं । वग्घी छावं जणणी, भदं सोमं च मन्नेइ ॥ ८४ ॥ અર્થ—જે જેના હૃદયમાં વર્તતું હોય છે તે તેને સુંદર સ્વભાવવાળું સ્થાપે છે, માને છે. અહીં દૃષ્ટાંત કહે છે કે વાઘણ માતા પોતાના બાળકને ભદ્ર અને સૌમ્ય માને છે.
""
ભાવાર્થ-જેમ વાઘણ અજ્ઞાનપણાથી અભદ્ર અને અશાંત એટલે સર્વ જીવનું ભક્ષણ કરી જનાર એવા પોતાના બાળકને પણ ભદ્ર અને શાંત માને છે તેમ અજ્ઞાનીઓ પોતાના ચિત્તમાં ગમી ગયેલા પોતાના અજ્ઞાન તપને પણ સમ્યક્ તપ જાણે છે, માને છે; પરંતુ તે માનવું મિથ્યા છે.
मणिकणगरयणधण - पूरियम्मि भवणम्मि सालिभद्दो वि ।
अन्नो वि किर मज्झ वि, सामिओत्ति जाओ विगयकामो ॥८५॥
અર્થ—“મણિ, કંચન, રત્ન અને ઘનવડે પૂરિત એવા ભુવનમાં રહેતા છતાં પણ શાલિભદ્ર નામે શ્રેષ્ઠી નિશ્ચયે મારે પણ બીજો સ્વામી છે' એમ વિચારતો સતો. વિષયાભિલાષ રહિત થઈ ગયો.’
ભાવાર્થ-‘હજુ મારે માથે પણ બીજો સ્વામી છે' એમ લક્ષમાં આવતાં, ‘જો એમ.છે.તો તો આ મારા વૈભવને ધિક્કાર છે,' એમ ચિંતવી શાલિભદ્રે વિષયભોગ તજી ચારિત્ર અંગીકાર કર્યું.
શ્રી શાલિભદ્રનું દૃષ્ટાંત
પૂર્વ ભવમાં શાલિગ્રામમાં ‘ધન્યા' નામની કોઈ દરિદ્ર આ રહેતી હતી. તે ઉદર ભરવાને માટે સંગમ નામના પોતાના પુત્રને લઈને રાજગૃહી નગરીમાં આવી, અને પારકું કામકાજ કરવા લાગી. સંગમ પણ ગામના વાછરડાઓ ચારવા લાગ્યો. એક દિવસ કોઈ પર્વ આવ્યું ત્યારે દરેક ઘરે ક્ષીર થતી જોઈ તે ખાવાની ઇચ્છા થવાથી સંગમે પણ પોતાની માતા પાસે ક્ષીરભોજન માગ્યું. તેણે પણ પાડોશણોએ આપેલ દૂધ વગેરેથી ક્ષીર બનાવી સંગમને થાળીમાં પીરસી. તે ક્ષીર અતિ ઉષ્ણ હોવાથી સંગમ ફૂંકો મારી ઠંડી કરતો હતો, તેવામાં માસક્ષપણના પારણે કોઈ સાધુ
૯