________________
૧૨૮
ઉપદેશમાજ
सर्हि वाससहस्सा, तिसत्तखुत्तोदयेण धोएण । अणुचिण्णं तामलिणा, अण्णाणतवु त्ति अप्पफलो ॥१॥
અર્થ–“તામલિ તાપસે સાઠ હજાર વર્ષ પર્યત ત્રિસતવાર એટલે એકવીશ વાર પાણી વડે ઘોયેલા અન્નથી પારણું કરીને તપ કર્યું, પરંતુ તે અજ્ઞાન તપ હોવાથી અલ્પ ફળવાળું થયું.”
ભાવાર્થ-એટલું તપ જો દયાયુક્ત કર્યું હોત તો તેનું મુક્તિરૂપ ફળ પ્રાપ્ત થાત. તેથી જિનાજ્ઞાયુક્ત તપ જ પ્રમાણ છે. અહીં આટલા બઘા તપથી માત્ર જેને ઈશાઇન્દ્રપણાની પ્રાપ્તિ થઈ એવા તામલિ તાપસનું દ્રષ્ટાંત જાણવું. ' ',
તામલિ તાપસની કથા તામ્રલિપિ નગરીમાં “તામલિ' નામે શેઠ વસતો હતો. એક દિવસ તેણે પોતાના પુત્રને ગૃહભાર સોંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યો, તેમજ કાયમ છઠ્ઠ કરીને પારણું કરવા લાગ્યો. પારણાને દિવસે પણ જે આહાર લાવતો તેને નદીના જળથી એકવીશ વાર ઘોઈ. નીરસ કરીને ખાતો હતો અને ઉપર પાછો છઠ્ઠ કરતો હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું.
છેવટે અનશન અંગીકાર કર્યું. તે અવસરે બલીન્દ્ર ઍવી ગયેલ હોવાથી બલિચંચા રાજઘાનીના રહેનારા અસુરોએ આવી, અનેક પ્રકારનાં નાટ્ય અને સમૃદ્ધિ બતાવી તામલિ તાપસને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિનુ! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી રહિત છીએ.” એ પ્રમાણે ત્રણ વાર કહ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકૃત કર્યું નહીં. પછી આયુ પૂર્ણ થયે કષાય અલ્પ હોવાથી તેમ જ અત્યંત કષ્ટ કરેલું હોવાથી તેના પ્રભાવવડે તે કાળ કરીને ઈશાન દેવલોકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા, અને તરત જ સમકિત પ્રાપ્ત કર્યું. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું એ જ મોક્ષ આપનારું છે. તેથી થોડું પણ તપ દયા અને જ્ઞાનયુક્ત કરવું; પણ તામલિની પેઠે અજ્ઞાન અને હિંસાયુક્ત કરવું નહીં.
छज्जीवकायवहगा, हिंसगसत्थाई उवइसंति पुणो ।
सुबहुं पि तवकिलेसो, बालतवस्सीण अप्पफलो ॥२॥ અર્થ–“છ જીવકાયના વઘ કરવાવાળા અને વળી હિંસક શાસ્ત્રોનો જે ઉપદેશ કરે છે એવા બાળ તપસ્વીઓનો અતિ તપફ્લેશ પણ અલ્પ ફળવાળો થાય છે. તેથી હિંસાના ત્યાગ વડે કરેલ તપ જ મહાફળને આપે છે એમ સમજવું.”
અહીં છ જીવકાય તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઇંદ્રિયાદિ ત્રસ જીવો સમજવા. બાળતપસ્વી તે અજ્ઞાન કષ્ટ કરનારા તાપસાદિ જાણવા.