________________
૧૨૭
સારા સાધુના ગુણો
અર્થ–“જે શિષ્ય, ગુરુ પ્રેરણા કરે તો રોષ કરે છે અને બોલાવે તો અનુશય એટલે ક્રોઘને હૃદયમાં ઘારણ કરે છે તથા કોઈ પણ કાર્યમાં કામ આવતો નથી, તેવો શિષ્ય તે ગુરુને આળરૂપ છે, શિષ્ય નથી.” શિક્ષા ગ્રહણ કરે તે શિષ્ય કહેવાય. જેનામાં શિક્ષાગ્રહણનો અભાવ છે તે શિષ્ય કહેવાય જ નહીં.
उव्विल्लण सूअण परि-भवेहि अइभणिय दुटु भणिएहि ।
सत्ताहिया सुविहिया, न चेव भिदंति मुहरागं ॥७७॥ અર્થ-ઉદ્વેગ પમાડવાથી, સુચના કરવાથી એટલે વચનવડે દોષ પ્રગટ કરવાથી, પરિભવ એટલે તર્જન કરવાથી તેમજ અતિ શિક્ષાવચન કહેવાથી એટલે કર્કશ વચન કહેવાથી, સત્ત્વાધિક એટલે ક્રોધાદિકનો જય કરવામાં સમર્થ એવા સુવિહિતો (સુશિષ્યો) મોઢાનો રંગ પણ ભેદ પમાડતા નથી, અર્થાત્ તેમના મોઢાને રંગ પણ બદલાતો નથી.”
माणंसिणो वि अवमाण-वंचणा ते परस्स न करिति ।
सुहदुक्खुग्गिरणत्थं साहू उयहिव्व गंभीरा ॥७८॥ અર્થ–“ઇન્દ્રાદિકે માનેલા છતાં પણ સમુદ્ર જેવા ગંભીર સાઘુઓ (બીજાથી) અપમાન થયે સતે સુખદુઃખનો ઉચ્છેદ કરવા માટે બીજાની વંચના કરતા નથી. અર્થાત્ તેવા મુનિઓ શુભાશુભ કર્મોનો છેદ કરવાના જ અર્થી હોવાથી અપરાધીઓને પણ પીડા ઉપજાવતા નથી.” - मउआ निहुअसहावा, हासदवविवञ्जिया विगहमुक्का।
असमंजसमइबहुअं, न भणंति अपुछिया साहू ॥७९॥ અર્થ-“મૃદુતા એટલે અહંકારરહિત, નિવૃત્ત સ્વભાવવાળા એટલે શાંત સ્વભાવવાળા, હાસ્ય અને દવવર્જિત એટલે ઈર્ષારહિત, વિકથામુક્ત એટલે દેશકથા, રાજકથા, ભક્તકથા, સ્ત્રીકથા આદિ વિકથા નહીં કરનારા એવા સાધુ પૂછયા વિના અસંબદ્ધ અને અતિ ઘણું બોલતા નથી.”
પૂછે તો પણ તેઓ કેવું બોલે છે તે કહે છે......महुरं निउणं थोवं, कञ्जावडिअं अगव्वियमतुच्छं ।
पुछि मइसंकलियं, भणंति जं धम्मसंजुत्तं ॥८॥ ' અર્થ–મઘુર, નિપુણતા ચતુરાઈ)વાળું, થોડું (કાર્ય પૂરતું), ગર્વરહિત, અતુચ્છ (તુંકારાદિ રહિત), પ્રથમ બુદ્ધિપૂર્વક વિચારેલું અને તે પણ જે ઘર્મ સંયુક્ત હોય તે કહે છે, અર્થાત્ તેવું બોલે છે.”