________________
૪૯
(ક) બાહુબલીનું દ્રષ્ટાંત - भ्रांताः सुपृथिवी महाविषधरा श्वेडं वमत्युत्कटम् ।
वृत्तं सर्वमनेकधा दलपतेरेवं चमूनिर्गमे ॥ દિગુમંડલ કંપવા લાગ્યું, ભયથી સમુદ્ર આકુળવ્યાકુલ થયો, પાતાલમાં શેષનાગ ચકિત થયો, પર્વતો કંપાયમાન થયા, પૃથ્વી ભમવા લાગી, મોટા વિષઘરો ઉત્કટ વિષનું વમન કરવા લાગ્યા, સેનાપતિનું સૈન્ય ચાલતાં અનેક પ્રકારે એ પ્રમાણે થવા લાગ્યું.”!
અઢાર કોટી ઘોડેસવારોનું લશ્કર એકઠું કરી ભરત રાજા પોતાના હસ્તીરત્ન ઉપર સવાર થઈને બાહુબલીને જીતવા માટે ચાલ્યો. કેટલેક દિવસે તે બદલી દેશમાં પહોંચ્યો.
ભરત આવ્યો છે એવું બાહુબલીએ પણ સાંભળ્યું એટલે તે પોતાના ત્રણ લાખ પુત્રોથી પરિવૃત્ત થઈ સોમયશા નામના પોતાના પુત્રને સેનાધિપતિ બનાવીને મોટી સેના સહિત સામે ચાલ્યો. બન્ને સૈન્યો સામસામા મળ્યાં. બન્ને સૈન્યના ચોરાશી હજાર રણતરીના અવાજો થવા લાગ્યા, ભેરીઓના ભેંકારોથી અને વાજિંત્રોના અવાજથી કાન ઉપર પડતો શબ્દ પણ સંભળાતો નથી. પછી ઉદ્ધત, રણભૂમિમાં વિકટ, અનેક હસ્તીઓની ઘટામાં જેઓએ પ્રવેશ કરેલો છે તેવા, સિંહનું પણ મર્દન કરનારા અને જેઓનો કીર્તિપટ ચારે તરફ ફેલાયેલો છે એવા યોદ્ધાઓએ યુદ્ધ શરૂ કર્યું. યોદ્ધાઓના વરશબ્દો થવા લાગ્યા. આખું જગત શબ્દમય ભાસવા લાગ્યું. અશ્વોની ખરીથી ઊડતી રજવડે ઘેરાયેલું સુર્યમંડલ વાયુસમૂહની અંદર રહેલા શુષ્ક પલાશ પત્ર જેવું દેખાવા લાગ્યું. તે વખતે ત્યાં આ પ્રમાણે યુદ્ધ થવા લાગ્યું
વે હૈ હચમના રામુવિ સુમરા નીવશેષાઃ પત્તિ |
ह्येके मूर्छाप्रपन्नाः स्युरपि च पुनरुन्मूर्छिता. वै पतन्ति ॥ . मुञ्चन्त्येकेऽट्टहासान्निजपतिकृतसन्मानमाधं प्रसादं ।
स्मृत्वा धावंति मार्गे जितसमरभयाः प्रौढिवन्तो हि भक्त्या ॥ આ “કેટલાક સુભટો રણભૂમિમાં હણાવાથી જીવશેષ (મૃત) થઈને પડે છે, મૂર્શિત થયેલા કેટલાક સુભટો શુદિમાં આવીને પાછા મૂર્ણિત થઈને પડે છે, કેટલાક સુભટો અટ્ટહાસ્ય કરે છે અને કેટલાક પોતાના સ્વામીએ કરેલા સાનને તેમજ પ્રાથમિક પ્રસાદને સંભારીને યુદ્ધનો ભય દૂર કરી ભક્તિવડે પ્રૌઢ બની રણમાર્ગમાં દોડે છે.” એ પ્રમાણે મોટા યુદ્ધમાં કેટલાક યોદ્ધાઓ હાથીઓના ઝુંડને પગથી પકડી આકાશમાં ફેરવે છે, કેટલાક ઊછળતા યોદ્ધાઓને પકડીને ભૂમિ ઉપર પાડે છે, કેટલાક સિંહનાદ કરે છે અને કેટલાક હસ્તના આસ્ફોટનથી વરીઓના હૃદયને ફાડી નાખે છે. એ પ્રમાણે સ્વામીએ ભૃકુટીસંજ્ઞાથી ઉત્તેજિત