________________
પ૦
ઉપદેશમાળા
કરેલા સુભટોએ ઉત્કટ યુદ્ધ આરંભ્ય. કહ્યું છે કે
- રાના તુષ્ટોપ પૃત્યાનાં, માન માત્ર પ્રયતિ |
__ ते तु सन्मानमात्रेण, प्राणैरप्युपकूर्वते ॥ “રાજા સંતુષ્ટ થતાં સેવકોને માત્ર માન આપે છે. પણ સેવકો તો ફક્ત સન્માનથી પોતાના પ્રાણ આપીને બદલો વાળે છે.”
રણમાં એક મિત્ર બીજા મિત્રને કહે છે કે “હે મિત્ર! બીકણ ન થા! કારણ કે યુદ્ધમાં તો બન્ને પ્રકારે સુખ છે. જીતીશું તો આ લોકમાં યશ મળશે; અને મરીશું તો પરલોકમાં દેવાંગનાના આલિંગનનું સુખ પ્રાપ્ત થશે.” કહ્યું છે કે
जिते च लभ्यते लक्ष्मीम॒ते चापि सुरांगना ।
क्षणविध्वंसिनी काया, का चिंता मरणे रणे ॥ રણમાં જીતવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે અને મરવાથી દેવાંગના પ્રાપ્ત થાય છે; આ કાયા ક્ષણમાં નાશ પામે એવી છે, તો યુદ્ધ કરતાં મૃત્યુની ચિંતા શા માટે રાખવી?”
એ પ્રમાણે યુદ્ધ થતાં બાર વર્ષ વ્યતીત થયાં, તો પણ બેમાંથી એકેનું સૈન્ય પાછું હક્યું નહીં. તે વખતે કરોડો દેવો તે યુદ્ધ જોવા માટે ગગનમંડલમાં આવ્યા હતા. તેમાંથી સૌથર્મેન્દ્ર વિચાર કર્યો કે, “અહો! કર્મની ગતિ વિષમ છે કે જેથી બે સગા ભાઈઓ અંશમાત્ર રાજ્ય મેળવવા માટે કોટી મનુષ્યોનો વિનાશ કરે છે, માટે હું ત્યાં જઈને યુદ્ધને અટકાવું.” એવો વિચાર કરી તેણે આવીને ભરતને કહ્યું કે “હે છ ખંડના અઘિપતિ! જેણે અનેક રાજાઓને કિંકર બનાવ્યા છે એવા હે ભરત રાજા! આ શું આવ્યું છે? માત્ર સહજ કારણમાં તમે જગતનો શા માટે સંહાર કરો છો? શ્રી ઋષભદેવે લાંબા વખત સુધી પાળેલી પ્રજાનો નાશ કેમ કરવા માંડ્યો છે? સુપુત્રને આવું આચરણ ઘટતું નથી. સુપુત્રે તો પિતા જે પ્રમાણે વર્યા છે તે પ્રમાણે વર્તવું જોઈએ. માટે હે રાજેન્દ્ર! લોકના સંહારથી તમે નિવૃત્ત થાઓ.”
ભરતે કહ્યું કે “તાતના ભક્ત એવા આપે જે કહ્યું તે સત્ય છે. હું પણ તે જાણું છું, પરંતુ શું કરું? ચક્ર આયુઘશાલામાં પેસતું નથી, તેથી બાહુબલી માત્ર એકવાર મારી પાસે આવી જાય તો પછી મારે બીજું કાંઈ કરવું નથી. તેનું રાજ્ય લેવાની મારે જરૂર નથી, માટે તમે ત્યાં જઈને મારા લઘુ બંધુને સમજાવો.” એવાં ભરતનાં
વચનો સાંભળીને શક્રેન્દ્ર બાહુબલી પાસે ગયા. - બાહુબલીએ તેમનું ઘણું સન્માન કર્યું અને કહ્યું- હુકમ કરો, આપને આનંવાનું હું શું કારણ છે? શું કહ્યું કે તમે પિતૃ તુલ્ય મોટા ભાઈની સાથે યુદ્ધ કરો છો એ
તમને ઘટતું નથી, તેથી તમે તેની પાસે જઈને નમો, અપરાઘની ક્ષમા માગો અને લોકસંહારથી નિવૃત્ત થાઓ.” બાહુબલીએ કહ્યું-“એમાં દોષ ભારતનો જ છે. અહીં