________________
૭ર
ઉપદેશમાળા
નાગિલાએ પૂછ્યું કે હે મુનિ! આપ અહીં શા અર્થે પથાર્યા છો?” સાઘુએ કહ્યું કે મારી નાગિલા નામની સ્ત્રીના સ્નેહને લીધે હું આવ્યો છું. મેં લક્સને લીધે પૂર્વે સંયમ ગ્રહણ કર્યું હતું, પરંતુ પ્રેમભાવ કેમ જાય? માટે જો નાગિલા મળે તો મારું સર્વ મનવાંછિત સિદ્ધ થાય.' ત્યારે નાગિલાએ કહ્યું કે “અરે મુનિ! ચિંતામણિને છોડીને કાંકરો કોણ ગ્રહણ કરે? હાથીને છોડીને ગઘેડા પર કોણ સવારી કરે? નાવને દૂર છોડી દઈને મોટી શિલાનો આશ્રય કોણ કરે? કલ્પતરુને છોડી ઘતૂરો કોણ વાવે?” ઇત્યાદિ ઉપદેશ આપી પોતાના ઘણીને ફરી ચારિત્રમાં દ્રઢ કર્યો. ભાવેદેવ પાપ આળોની ચારિત્ર પાળીને ત્રીજા સ્વર્ગમાં સાત સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. નાગિલા પણ મરણ પામીને સ્વર્ગે ગઈ, ત્યાંથી આવી એક ભવ લઈને મોક્ષે જશે.
ભાવેદેવનો જીવ ત્રીજા દેવલોકથી ચ્યવી જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં વીતશોકા નગરીમાં પારથ રાજાને ઘેર વનમાલા રાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું શિવકુમાર નામ પાડ્યું. યુવાન વય પામતાં તે પાંચસો રાજકન્યાઓને પરણ્યો. એક દિવસે તે ગોખમાં બેઠો હતો, તેવામાં તેણે એક સાઘુને જોયા. એટલે ગોખમાંથી ઊતરી નીચે આવીને તેણે સાધુને પૂછ્યું કે “તમે આટલો બધો ક્લેશ શા માટે સહન કરો છો? સાઘુએ કહ્યું કે “ઘર્મનિમિત્તે. શિવકુમારે પૂછ્યું કે “આ ઘર્મ કયા પ્રકારનો?” સાઘુએ કહ્યું કે જો તમારે સાંભળવાની ઇચ્છા હોય તો અમારા ગુરુ પાસે આવો.” શિવકુમાર તેની સાથે ઘર્મઘોષ આચાર્ય પાસે ગયો. ત્યાં ઘર્મ સાંભળતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તે ગુરુને નમીને ઘેર આવ્યો અને માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી. તેમણે દીક્ષાની આજ્ઞા આપી નહીં, તેથી તે ઘરમાં રહી નિરંતર છઠ્ઠ તપ કરવા લાગ્યો, અને પારણે આયંબિલ કરવા લાગ્યો. એ પ્રમાણે બાર વર્ષ સુધી તપ કરીને પહેલા સ્વર્ગમાં ચાર પલ્યોપમ આયુષ્યવાળો વિદ્યુમ્ભાલી નામે દેવ થયો. હે શ્રેણિક! તે વિદ્યુમ્માલી દેવ અહીં આવ્યો હતો.”
આ પ્રમાણે જંબુસ્વામીના ચાર ભવ વીરપ્રભુએ શ્રેણિકરાજાની આગળ કહ્યા.
પાંચમા ભાવમાં વિદ્યુમ્માલી દેવ સ્વર્ગથી ચ્યવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત શ્રેષ્ઠીને ઘેર ઘારિણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વપ્નમાં શાશ્વત જંબૂતર જોયો હતો તેથી તેનું જંબૂકુમાર નામ રાખ્યું. તેણે બાલ્યાવસ્થામાં સકલ કળાનો અભ્યાસ કર્યો. અનુક્રમે યૌવન પ્રાપ્ત થતાં તે અતિ રૂપવાન હોવાથી તરુણીરૂપી હરિણીઓને પાશરૂપ થયો. તે સમયે તે જ નગરમાં રહેનારા આઠ શ્રેષ્ઠીઓએ જંબૂકુમારની સાથે પોતાની આઠ કન્યાઓનું વેશવાળ કર્યું.
અન્યદા શ્રી સુઘર્મા સ્વામી ગણઘર રાજગૃહ નગરે સમવસર્યા. કોણિક રાજા વાંદવા આવ્યો. શ્રી સુઘર્મા સ્વામીએ સંસારરૂપી દાવાનલના તાપની શાંતિ અર્થે