________________
૭૧
(૧૨) શ્રી અંબૂસ્વામીનું દ્રષ્ટાંત
कडुअ कसायतरुणं, पुष्पं च फलं च दोवि विरसाइ । - પુખ સારુ વિગો, જેમાં પાર્વ સમાય રૂદા
અર્થ. “કડવા કષાય વૃક્ષનાં પુષ્પ અને ફળ બન્ને નિઃસ્વાદુ છે. તેનાં પુષ્પવડે કોપાયમાન થયો સતો પરને મારવા વગેરરૂપ અનર્થ ચિંતવે છે, ધ્યાવે છે અને ફળે કરીને પરને તાડન તર્જન કરવારૂપ પાપ આચરે છે. તેથી કષાયરૂપ વૃક્ષનાં પુષ્પ ને ફળ બન્ને કડવાં છે અને તે બન્નેથી નરકગતિ પ્રાપ્ત થાય છે.”
संते वि को वि उज्झइ, को वि असंते वि अहिलसइ भोए। चयइ परपच्चएण वि, पभवो दट्टण जह जंबूं ॥३७॥
અર્થ- “કોઈ મહાપુરુષ) છતા ભોગને તજે છે, કોઈ (નીચકર્મી જીવ) અછતા ભોગનો અભિલાષ કરે છે. કોઈ પરના નિમિત્તે કરીને પણ ભોગને તજી દે છે અર્થાત્ અન્યને છતા ભોગ તજતો દેખી પોતે બોઘ પામે છે. જેમ જંબુસ્વામીને ભોગ તજતાં જોઈને પાંચસો ચોર સહિત પ્રભવે પણ ભોગ તજી દીઘા તેમ.”
શ્રી જંબુસ્વામીનું દૃષ્ટાંત પ્રથમ તેમના પૂર્વભવનું સ્વરૂપ કહે છે –
એકદા રાજગૃહનગર શ્રી મહાવીર સ્વામી પધાર્યા. શ્રેણિક રાજા વાંદવા માટે આવ્યા. તે સમયે કોઈ દેવતાએ પ્રથમ દેવલોકથી આવી સુર્યાભદેવની જેમ નાટક કરીને પોતાના આયુષ્યનું સ્વરૂપ પૂછ્યું. ભગવાને કહ્યું કે “આજથી સાતમે દિવસે તું એવીને મનુષ્યભવ પામીશ.' એ પ્રમાણે સાંભળીને તે દેવ પોતાને સ્થાનકે ગયો. પછી શ્રેણિક રાજાએ પૂછ્યું કે “હે સ્વામી! આ દેવ ક્યાં જન્મ લેશે?” વીર પ્રભુએ કહ્યું કે આ રાજગૃહ નગરમાં જ જંબૂ નામે એ છેલ્લા કેવળી થશે.” શ્રેણિક રાજાએ કહ્યું કે હે પ્રભુ! એના પૂર્વભવનું સ્વરૂપ મને કહો.” ભગવાને કહ્યું–
- “જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સુગ્રીવ નામના ગામમાં રાવડ નામનો કોઈ રંક રહેતો હતો. તેને રેવતી નામે સ્ત્રી હતી. તેનાથી ભદેવ અને ભાવદેવ નામના બે પુત્રો થયા હતા. એકદા ભવદેવે દીક્ષા લીધી. વિહાર કરતાં તે એકદા પોતાના ગામે આવ્યા. તે વખતે ભાવદેવે પોતાની નવી પરણેલી નાગિલા નામની સ્ત્રીને તજી દઈને લwવડે પોતાના બંધુ ભવદેવ મુનિ સમીપે ચારિત્ર ગ્રહણ કર્યું. ભવદેવ મૃત્યુ
મીને સ્વર્ગે ગયા. ભવદેવના મરણ પછી ભાવેદેવ ચારિત્રથી ભ્રષ્ટ થયો. તે લm તજી દઈ નવી પરણેલી નાગિલાને સંભારતા ભોગની આશાથી ઘર તરફ ચાલ્યો.
અનુક્રમે પોતાના ગામે આવી ગામની બહાર શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરમાં રહ્યો. તે સમયે તપથી કૃશ થયેલી નાગિલા પણ ત્યાં દર્શનાર્થે આવી. તેણે પોતાના પતિને ઓળખ્યો અને ઇંગિતાકારથી તેને કામાતુર પણ જાણ્યો.