________________
૭૮
ઉપદેશમાળા
કાગડાનું દ્રષ્ટાંત “ભૃગુકચ્છમાં રેવા નદીને કિનારે એક હાથી મરણ પામ્યો. ત્યાં બહુ કાગડાઓ ભેગા થઈને આવ-જા કરવા લાગ્યા. જેમ દાનશાળામાં બ્રાહ્મણો મળે તેમ ત્યાં કાગડાઓ એકઠા થયા હતા. તેમાંથી એક કાગડે તે મરેલા હાથીના ગુદાદ્વારમાં પ્રવેશ કર્યો અને માંસલુબ્ધ થઈને ત્યાં જ રહેવા લાગ્યો. એવામાં ગ્રીષ્મ કાળ આવતાં ગુદાદ્વાર સંકુચિત થઈ ગયું. તેથી કાગડો અંદર જ રહ્યો. વર્ષાત્રત આવતાં તે હાથીનું શબ પાણીના પ્રવાહમાં તણાયું. ગુદાદ્વાર વિકસિત થવાથી તે બિચારો કાગડો બહાર તો નીકળ્યો, પણ ચારે દિશામાં પાણીનું પૂર જોઈને ત્યાં જ મરણ પામ્યો. આ દ્રષ્ટાંતનો એવો ઉપનય છે કે મરેલા હાથીના કલેવર જેવી સ્ત્રીઓ છે, અને કાગડા જેવા વિષયાસક્ત પુરુષ છે, તે સંસારરૂપી જળમાં બૂડે છે, વિષયના અતિશય લોભથી તે શોકને પામે છે.”
હવે બીજી સ્ત્રી પાશ્રી કહેવા લાગી કે હે પ્રિય! અતિ લોભથી મનુષ્ય વાનરની પેઠે દુઃખ પામે છે. પ્રભવ ચોરે કહ્યું કે તે વાનરનું દૃગંત કહો.” પદ્મશ્રી કહે કે સાંભળો –
વાનરનું દ્રષ્ટાંત “એક જંગલમાં કોઈ વાનરનું જોડું સુખે રહેતું હતું. એક દિવસ દેવાધિષ્ઠિત પાણીના ઘરમાં તે જોડામાંથી વાનર પડ્યો એટલે તેને મનુષ્યપણું પ્રાપ્ત થયું. તે જોઈ વાનરી પણ પડી એટલે તે પણ મનુષ્યણી થઈ. પછી વાનરે કહ્યું કે એક વાર આ ઘરામાં પડવાથી મનુષ્યત્વ પ્રાપ્ત થયું તેથી જો બીજી વાર પડીએ તો દેવપણું પ્રાપ્ત થાય. તેની સ્ત્રીએ તેને તેમ કરતાં વાર્યો છતાં તે પડ્યો, તેથી તે પાછો વાનર થઈ ગયો. એ સમયે કોઈ રાજા ત્યાં આવ્યો. તે પેલી દિવ્ય રૂપવાળી સ્ત્રીને પોતાના ઘરે લઈ ગયો. વાનર કોઈ મદારીના હાથમાં પડ્યો, તે મદારીએ તેને નૃત્ય શીખવ્યું તે વાનર નૃત્ય કરતો તો એકદા રાજ્ય દ્વારે આવ્યો, ત્યાં પોતાની સ્ત્રીને જોઈ તે અતિ દુઃખિત થયો.”
કબાડીનું દ્રષ્ટાંત જંબૂકુમાર કહે છે કે “હે પ્રિયે! આ જીવે અનંતીવાર દેવ સંબંધી ભોગો પણ ભોગવેલા છે. પરંતુ તે તૃપ્ત થયો નથી તો આ મનુષ્યનાં સુખ તો શી ગણતરીમાં છે? જેમ એક કબાડી કોયલા પાડવા માટે વનમાં ગયો હતો. ત્યાં મધ્યાહ્નકાલે અતિ પ્રષિત થવાથી તેણે બઘાં જલપાત્રો પીને ખાલી કર્યા, તોપણ તેની તૃષા મટી નહીં. પછી તે એક ઝાડની છાયામાં સૂતો અને તેણે સ્વપ્નમાં સર્વે સમુદ્રો અને નદીઓનું જળ પીવું તોપણ તે તૃપ્ત થયો નહીં. છેવટે એક ભાગમાં રહેલ કાદવવાળું જળ તેણે પીવા માંડ્યું પણ કાંઈ તૃપ્ત થયો નહીં. સમુદ્રજળથી તૃપ્તિ ન થઈ તો