________________
૨૫૨
ઉપદેશમાળા
લેવાનો અભિગ્રહ કરી, ઘરમાંથી બહાર નીકળ્યો. માર્ગમાં કાંટા તથા કાંકરાના ઉપસર્ગોને સહન કરતો તે પુંડરીક મનમાં વિચારે છે કે “હું સ્થવિર મહારાજને ક્યારે વંદના કરીશ ?'’ એવા પરિણામ વડે ચાલતાં બીજે દિવસે તે પુંડરીક સ્થવિર મુનિ પાસે આવી પહોંચ્યો. ગુરુને વંદના કરીને ફરીથી તેમની પાસે ચાર મહાવ્રતો ઉચ્ચર્યા. પછી છઠ્ઠને પારણે લૂખો અને નીરસ જેવો-તેવો આહાર કર્યો. તેથી મધ્યરાત્રિએ તેના શરીરમાં મહા વ્યથા ઉત્પન્ન થઈ. તેને દૃઢ પરિણામથી સહન કરી, વિશુદ્ઘ ઘ્યાનમાં રહી, તે જ વખતે કાળ કરીને સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે.
“આ પ્રમાણે અલ્પ સમય પણ જે શુદ્ધ રીતે ચારિત્રનું પ્રતિપાલન કરે છે તે પુંડરીકની જેમ અક્ષય સુખને પામે છે.’ // કૃતિ કરી પુંડરીવોઃ સંબંધઃ ॥ काऊण संकिलिट्ठ, सामण्णं दुल्लहं विसोहिपयं । सुज्झिञ्जा एगयरो, करिञ्ज जइ उज्जमं पच्छा ॥२५३॥ અર્થ—“પહેલાં શ્રામણ્યને (ચારિત્રને) સંક્લિષ્ટ (મલિન) કરીને પછી તે ચારિત્રવિરાધકને વિશોધિપદ દુર્લભ છે અર્થાત્ જેણે પ્રથમ ચારિત્રને મલિન કર્યું હોય તેને પછીથી ચારિત્રને નિર્મળ કરવું ઘણું દુર્લભ છે. જો કદાચ પાછળથી પ્રમાદનો ત્યાગ કરીને ચારિત્ર પાલન કરવા ઉદ્યમ કરે, તો કોઈક ભાગ્યવાન શુ થઈ શકે છે.”
ઇન્ફિગ્ન અંતરિન્દ્રિય, પંડિય સવાવડ વ્વ ટુંકા હળ ओसन्नो सुहलेहड, न तरिज व पच्छ उज्जमिउं ॥ २५४॥ અર્થ—“કોઈ ભારેકર્માં જીવ મધ્યમાં (ચારિત્ર લીઘા પછી વચ્ચે) ચારિત્રનો ત્યાગ કરે, વ્રતભંગ કરવાથી ચારિત્રને ખંડિત કરે, તથા ક્ષણે ક્ષણે નાના પ્રકારના અતિચારે કરીને ચારિત્રને મલિન કરે તો એવો અવસન્ન (શિથિલ) અને સુખલંપટ સાધુ પાછળથી પણ ચારિત્રમાં ઉદ્યમ કરવા શક્તિમાન થતો નથી, ઉદ્યમ કરી શકતો નથી.’’
अवि नाम चक्कवट्टी, चइज सव्वं पि चक्कवट्टिसुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसन्नयं चयइ ॥ २५५॥ અર્થ—વળી છ ખંડનો અધિપતિ એવો ચક્રવર્તી સર્વ એવા પણ ચક્રવર્તીના સુખનો ત્યાગ કરે છે, પરંતુ શિથિલવિહારી પુરુષ દુઃખી થયા છતાં પણ શિથિલપણાનો ત્યાગ કરી શકતો નથી. એટલે ચીકણા કર્મ વડે લેપાયેલો હોવાથી તજી શકતો નથી.’’