________________
૩૩
(૩) સંબોધન રાજાની કથા
संवाहणस्स रनो, तइया वाणारसीयनयरीए। कन्नासहस्समहिअं, आसी कीर रूववंतीणं ॥१७॥ तहवि य सा रायसिरी, उल्लटुंती न ताइया ताहि ।
उयरट्टिएण एक्केण, ताइया अंगवीरेण ॥१८॥ અર્થ–બતે કાળમાં વારાણસી નગરીમાં સંબોઘન નામના રાજાને અત્યંત રૂપવતી એક હજાર કન્યાઓ હતી, તથાપિ તેઓ લૂંટાતી રાજલક્ષ્મીની રક્ષા કરી શકી નહીં; અને ઉદરમાં (ગર્ભમાં) રહેલા એવા પણ અંગવીર નામના એક પુત્રે તેનું રક્ષણ કર્યું.”
ભાવાર્થ-વારાણસી નગરીના સંબોઘન રાજાને એક હજાર પુત્રીઓ અત્યંત રૂપવંતી હતી, તથાપિ તે રાજા ગુજરી ગયો ત્યારે તેની લૂંટાતી રાજલક્ષ્મીનું રક્ષણ કરવાને તેઓ સમર્થ થઈ નહીં, પરંતુ તે રાજાની રાણીના ગર્ભમાં રહેલા એક પુત્રને લીધે તેની રાજ્યલક્ષ્મી લૂંટાતી, નાશ પામતી રહી ગઈ. અર્થાત્ તે પુત્ર કે જેનું પાછળથી “અંગવીર' નામ પાડવામાં આવ્યું હતું તેના પ્રતાપ વડે તેનું રક્ષણ થયું. આની સ્પષ્ટતા તેના દ્રષ્ટાંતવડે વિશેષ થઈ શકે તેમ છે.
સંવાઘન રાજાની કથા (વારાણસી નગરીમાં સંબાઘન નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેને એક હજાર પુત્રીઓ હતી; પરંતુ ઘણા ઉપાયો કર્યા છતાં તેને પુત્ર થયો નહોતો. રાજાએ વિચાર્યું કે “પુત્ર વિના રાજલક્ષ્મી શા કામની? જેના ઘરમાં પુત્ર નથી તેનું ઘર પણ શુન્ય છે. વેદમાં પણ કહ્યું છે કે “પુત્ર વગરના માણસની સદ્ગતિ થતી નથી અને સ્વર્ગમાં તો તે બિલકુલ જઈ શકતો જ નથી, તેથી મનુષ્યો પુત્રનું મુખ જોઈને સ્વર્ગે જાય છે. લોકોક્તિ પણ એવી છે કે
વોસઠ વીવા નો વછે, વારે વી કાંત;
तस घर तोहे अंधारडुं, जस घर पुत्र न हुंत. “એકી વખતે ચોસઠ દીવા બળતા હોય અને એકી વખતે બારે સૂર્ય ઊગ્યા હોય તો પણ જેના ઘરમાં પુત્ર નથી તેના ઘરમાં તો અંઘારું જ છે. તેથી પુત્ર વિના રાજ્યલક્ષ્મી કાંઈ કામની નથી.” આમ વિચારીને રાજાએ અનેક માંત્રિકો, તાં ત્રકો અને યાંત્રિકોને પૂછ્યું, પરંતુ કોઈ પણ ઉપાયે પુત્ર પ્રાપ્ત થયો નહીં. કહ્યું છે –
प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः । सोऽवश्यं भवति नृणां शुभोऽशुभो वा ॥ भूतानां महति कृतेऽपि हि प्रयत्ने । नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ।।