________________
૩ર.
ઉપદેશમાળા
દ્રમક સાથે વિચારવા લાગ્યો કે “અહો! આ વેષને ઘન્ય છે! જોકે હું નવદીક્ષિત જ છું છતાં આ પૂજ્ય એવી ચંદના મને આટલું બધું માન આપે છે. એ વખતે તે ઘર્મમાં દ્રઢ થયો. ચંદનાએ તેમને પૂછ્યું કે “આપને અત્રે આવવાનું પ્રયોજન શું છે?” દ્રુમકે કહ્યું કે “તમારો વૃત્તાંત જાણવા માટે ગુરુએ મને અહીં મોકલ્યો છે.” એટલું કહી મનને ચારિત્રમાં સ્થિર કરી ઘણા કાળ સુધી નિરતિચાર ચારિત્ર પાળ્યું.
આ દૃષ્ટાંત ઉપરથી અન્ય સાધ્વીઓએ પણ મુનિનો આ પ્રમાણે વિનય કરવો એવો આ કથાનો ઉપનય છે. સાધ્વી કરતાં સાઘુની શ્રેષ્ઠતા બતાવે છેवरिससयदिक्खियाए, अजाए अञ्जदिक्खिओ साहू ।
अभिगमण वंदण नमसणेण, विणएण सो पुजो ॥१५॥ અર્થ–“સો વર્ષની દીક્ષિત સાધ્વીને આજનો દીક્ષિત સાથુ હોય તો તે (પણ) અભિગમન, વંદન, નમસ્કાર તેમજ વિનયવડે પૂજવા યોગ્ય છે.” | ભાવાર્થ–સો વર્ષની દીક્ષિત એટલે વૃદ્ધ એવી સાધ્વીને લઘુ મુનિ એટલે થાવતુ એક જ દિવસનો દીક્ષિત મુનિ પણ પૂજવા યોગ્ય છે. તેના પૂજનના પ્રકાર બતાવે છે–અભિગમન તે સામા જવું, વંદન તે દ્વાદશાવર્તાદિ વંદન કરવું, નમસ્કાર તે અંતરંગ પ્રીતિ ઘરાવવી અને વિનય તે આસન આપવું વગેરે. સાધુના વિશેષ પૂજનીકપણાનાં કારણો બતાવે છે.
धम्मो पुरिसप्पभवो, पुरिसवरदेसिओ पुरिसजिट्ठो । लोए वि पहू पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ॥१६॥
અર્થ–“ઘર્મ પુરુષથી ઉત્પન્ન થયેલો છે અને પુરુષશ્રેષ્ઠ ઉપદેશેલો છે તેથી તેમાં પુરુષ જ્યષ્ઠ છે. લોકને વિષે પણ પુરુષ જ સ્વામી થાય છે, તો લોકોત્તમ એવા ઘર્મમાં પુરુષની શ્રેષ્ઠતા ગણાય તેમાં વિશેષ શું?”
ભાવાર્થ-દુર્ગતિથી રક્ષા કરે તે ઘર્મ કહીએ. એવો ઘર્મ પુરુષ જે ગણઘર મહારાજા તેમનાથી ઉત્પન્ન થયેલો છે, શરૂ થયેલો છે; પુરુષવર–પુરુષશ્રેષ્ઠ જે તીર્થકર મહારાજા તેમણે પ્રરૂપેલો છે. એવો શ્રુતચારિત્રરૂપ જે ઘર્મ તે પુરુષનાં સ્વામીપણાવાળો હોવાથી તેમાં પુરુષનું જ્યેષ્ઠપણે કહેલું છે. લોકોમાં પણ સ્વામીપણું પુત્રને અપાય છે, પુત્રીને અપાતું નથી; તો લોકમાં ઉત્તમ એવા થર્મમાં તો વિશેષ કરીને પુરુષનું જ સ્વામીપણું સમજવું. જો લોકમાં પણ પુરુષની શ્રેષ્ઠતા છે તો લોકોત્તમ એવા ઘર્મમાં તો વિશેષ કરીને તેની શ્રેષ્ઠતા જાણવી.
તેને માટે દ્રષ્ટાંત બતાવે છે–