________________
ચંદનબાળાની કથા
તેથી વસુમતી અતિ હર્ષિત થઈ. તેનાં નેત્ર પ્રફુલ્લિત થયાં, તેની રોમરાજી વિકસ્વર થઈ; અને તે ભવસાગરનો પાર પામી એમ માનવા લાગી.
૩૧
તે અવસરે તે દાનના પ્રભાવથી તેના પગની બેડી પોતાની મેળે તૂટી ગઈ, મસ્તક ઉપર શ્યામ કેશપાશ વિસ્તૃત થયો, હાથનું બંધન તૂટી ગયું અને પાંચ દિવ્ય પ્રગટ થયાં તે આ પ્રમાણે—(૧) સાડા બાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ થઈ, (૨) સુગંધી પંચરંગી પુષ્પોની વૃષ્ટિ થઈ, (૩) વસ્ત્રની વૃષ્ટિ થઈ, (૪) સુગંધી જલની વૃષ્ટિ થઈ અને (૫) ‘અહો વાનમ્ ગદ્દો વાનમ્' એ પ્રમાણે આકાશમાં દેવતાઓએ ઘોષ કર્યો અને જયજયકાર થયો. દેવતાઓએ વસુમતીનો ચંદન જેવો શીતલ સ્વભાવ હોવાથી તેનું ચંદના એવું નામ આપ્યું.
પ્રભુએ માસી તપનું પારણું કરીને અન્યત્ર વિહાર કર્યો. લોકોએ ઘણી પ્રશંસા કરી. એ વખતે ઇન્દ્રે શતાનીક નૃપની પાસે આવી કહ્યું કે ‘આ વસુમતી દધિવાહન રાજાની પુત્રી છે. કે જેણે સ્વગુણોથી ‘ચંદના’ એવું બીજું નામ મેળવેલું છે. તેનું તારે યત્નથી રક્ષણ કરવું. આગળ ઉપર એ ધર્મનો ઉદ્યોત કરનારી થશે અને ભગવાન શ્રી વીરસ્વામીની પ્રથમ શિષ્યા થશે.' એ પ્રમાણે શિખામણ આપીને ઇન્દ્ર દેવલોકે ગયા.
શતાનીક રાજા અને બીજા લોકોથી અતિસન્માન પામેલી ચંદનાએ કેટલાક દિવસો ગયા પછી વીર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું જાણીને ભગવંત પાસે જઈને તેમના હાથથી ચારિત્ર લીધું, અને ભગવાનની શિષ્યા થઈ. તે આ ચંદના સાધ્વી નજીકના ઉપાશ્રયમાં રહેલા શ્રી સુસ્થિતાચાર્યને વંદન કરવા માટે જાય છે.’’
આ પ્રમાણે તેનું સઘળું ચરિત્ર વૃદ્ધ પુરુષે દુમકને (ભિક્ષુકને) કહી સંભળાવ્યું; તેથી આનંદિત થયેલો દ્રુમક સાધુને ઉપાશ્રયે ગયો. ચંદના પણ ગુરુને વાંદીને પોતાના ઉપાશ્રયે ગઈ. ગુરુએ ભિક્ષુકને જોયો, એટલે ‘આ પુરુષ થોડા વખતમાં સિદ્ધિ મેળવનારો છે' એમ જ્ઞાનવર્ડ જાણી તેમણે વિચાર્યું કે ‘આ ભિક્ષુકને ધર્મમાં જોડવો જોઈએ.’ એવું વિચારી તેને મિષ્ટાન્ન ખાવા આપ્યું. તેથી તે અતિ હર્ષિત થઈ મનમાં વિચારવા લાગ્યો કે ‘આ સાધુઓ ઘણા દયાળુ છે. આ લોક ને પરલોક બન્નેમાં હિતકર આ માર્ગ છે. આ લોકમાં મિષ્ટાન્નાદિ ખાવાનું મળે છે અને પરલોકમાં સ્વર્ગાદિનાં સુખ મળે છે.' એવું વિચારી તે ભિક્ષુકે ગુરુ પાસે દીક્ષા લીધી. ગુરુએ પણ તેને પ્રવ્રજ્યામાં દૃઢ કરવા માટે ઘણા સાધુઓની સાથે સાધ્વીના ઉપાશ્રયે મોકલ્યો. તે દ્રુમક સાધુ ચંદના સાધ્વીના ઉપાશ્રયે ગયો. બીજા સાધુઓ બહાર ઊભા રહ્યા, અને ભિક્ષુક સાઘુ એકલો ઉપાશ્રયની અંદર ગયો. ચંદના સાધ્વી નવા દીક્ષિત થયેલા ક્રુમક સાધુને આવતાં જોઈને તેમનાં સન્મુખ ગઈ, આસ આપ્યું, તેમનું સન્માન કર્યું અને બે હાથ જોડીને સામે ઊભી રહી.