________________
ઉપદેશમાળા “નિયતિના બળથી શુભ વા અશુભ જે અર્થ (ફળ) પ્રાપ્ત થવા યોગ્ય છે તે માણસોને અવશ્ય પ્રાપ્ત થાય છે. તે સિવાય માણસો અનેક પ્રયત્નો કરે તો પણ જે નથી બનવાનું તે બનતું નથી અને જે બનવાનું છે તેનો નાશ થતો નથી.”
હવે રાજા વૃદ્ધ થયો. એ વખતમાં કોઈ એક જીવ પટ્ટરાણીના ઉદરમાં પત્રપણે આવીને ઉત્પન્ન થયો; પરંતુ પત્રમુખ જોયા વગર જ રાજા તો પરલોકમાં ગયો. પછી સર્વ પીરજનો એકઠા મળી વિચાર કરવા લાગ્યા કે “હવે શું થશે? પુત્ર વિનાનું રાજ્ય કેવી રીતે રહેશે?’ એ પ્રમાણે વિચારી સર્વ નગરવાસી લોકો શોકાકુલ થયા. તે વખતે શત્રુઓએ પણ સાંભળ્યું કે “સંબોઘન રાજા અપુત્ર મરણ પામ્યો છે. તેથી તેઓ સર્વ એકઠા મળી મોટું લશ્કર લઈ સજ્જ થઈને વારાણસી નગરી તરફ ચાલ્યા. તે વાત સાંભળી બધા લોકો ત્રાસ પામ્યા, અને પોતપોતાના ઘરની અંદરથી ઘન કાઢવા લાગ્યા.
તે વખતે શત્રુઓએ કોઈ એક નિમિત્તિયાને પૂછ્યું કે “અમારો જય થશે કે કેમ?” તે નિમિત્તિયાએ લગ્નબલ જોઈને કહ્યું કે “તમો સર્વ મળીને જયની અભિલાષાથી ત્યાં જવાની ઇચ્છા કરો છો, પરંતુ સંબોઘન રાજાની પટ્ટરાણીનાં ઉદરમાં રહેલ ગર્ભના પ્રભાવથી તમારો પરાજય થશે, જય થશે નહીં.” એ પ્રમાણે સાંભળીને સઘળા વૈરીઓ પાછા વળ્યા. નાગરિકો ખુશી થયાં અને કહેવા લાગ્યા કે “અહો! ગર્ભમાં રહેલ પુત્રનું માહાસ્ય કેવું અદ્ભુત છે કે જેથી બઘા શત્રુઓ નાસી ગયા.” ગર્ભસ્થિતિ પૂર્ણ થતાં પુત્રનો જન્મ થયો, અશુચિકર્મ પૂરું કર્યા પછી તેનું અંગવીર્ય નામ પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થામાં આવ્યો, અને તેણે લાંબા સમય સુધી પ્રજાનું પાલન કર્યું.
હજાર કન્યાઓથી પણ રાજ્યનું રક્ષણ થયું નહીં, પરંતુ ગર્ભસ્થિત પુત્ર માત્રથી રક્ષણ થયું” એવો કર્મવ્યવહારમાં ઉપનય છે. ઘર્મવ્યવહારમાં એવો ઉપનય છે કે “સર્વત્ર પુરુષ એ જ શ્રેષ્ઠ છે. તેથી સાધ્વીઓએ એક દિવસની દીક્ષાવાળા સાધુનો પણ વિનય કરવો.” એ પ્રમાણે પૂર્વની ગાથા સાથે સંબંધ છે.
હજુ આગલી ગાથામાં પણ તે જ બાબત સ્પષ્ટ કરી દેખાડે છે – महिलाण सुबहुयाण वि, मज्झाओ इह समत्त घरसारो । रायपुरिसेहिं निज्जइ, जणे वि पुरिसो जहिं नत्थि ॥१९॥
અર્થ–“આ લોકને વિષે પણ જ્યાં પુરુષ-પુત્ર નથી ત્યાં ઘણી સ્ત્રીઓના મધ્યમાંથી પણ સમસ્ત ઘરનો સાર રાજપુરુષો લઈ જાય છે.”
ભાવાર્થ-અપુત્રનું ઘન રાજા લઈ જાય એવો લોકમાં પ્રચાર છે, તેથી જેના કુળમાં પાછળ પુત્ર ન હોય તેનું ઘન ઘણી સ્ત્રીઓ અથવા પુત્રીઓ હોવા છતાં પણ રાજા લઈ જાય છે તેથી પુરુષનું જ પ્રઘાનપણું છે.