________________
૧૦૫
(૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત તફાવતને જાણનાર અને ભાવ અને વિભાવનું પૃથક્કરણ કરનાર એવા રાજહંસ તુલ્ય આત્માને રુધિર, મજ્જ અને ચરબી વડે પૂર્ણ એવા અપવિત્ર સ્ત્રીના દેહરૂપી કપમાં વસવું ઉચિત નથી, તેથી આ વિવેક રહિત જનોને યોગ્ય એવી કથાથી પણ સર્યું. હે શ્રેષ્ઠી! જો મારા ઉપર તારી આ કન્યાનો ખરો પ્રેમ હોય તો તે પોતાનો અર્થ સાઘવા વડે મારા ચિત્તને ભલે આનંદિત કરે.”
એ પ્રમાણે શ્રીવજસ્વામીના વચન સાંભળીને, જ્ઞાનરૂપી દીપક જેનો પ્રદીપ્ત થયો છે, સ્વભાવ અને વિભાવનું સ્વરૂપ જેણે જાણેલું છે અને અતિ હર્ષથી અશ્રુજળ જેનાં નેત્રમાંથી સ્ત્રવે છે એવી મિણીએ હાથ જોડીને કહ્યું કે “હે સ્વામી! આપનાં કહેલાં વચન પ્રમાણે વર્તવાથી પણ હું કૃતાર્થ છું.” પછી ઘન સાર્થવાહે તેને આજ્ઞા આપી એટલે તેણે વજસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને સ્વર્ગે થઈ.
દશ પૂર્વને ઘારણ કરનાર વજસ્વામી અનેક ભવ્યજીવોનો ઉપદેશવડે ઉદ્ધાર કરી આઠ વર્ષ ગૃહસ્થપણામાં રહી, ચુંમાળીસ વર્ષ ગુરુસેવામાં કાઢી, છત્રીશ વર્ષ યુગપ્રઘાનપણે વિચરી અઠ્યાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી પાંચસો ચોર્યાશી વર્ષ વ્યતીત થયા પછી દેવપણાને પ્રાપ્ત થયા.
આનું જ નામ ઘર્મ કહેવાય કે જ્યાં આટલા બધા પ્રભાવવાળા પુરુષોમાં પણ આવા પ્રકારની નિર્લોભતા હોય છે. બીજા લોકોએ પણ વજસ્વામીની પેઠે નિર્લોભી થવું એવો આ કથાનો ઉપનય છે. તે ઇતિ વજસ્વામી કથા |
अंतेउर पुरबल वाहणेहि वरसिरिघरेहि मुणिवसहा।
મેહિ વહુવિદિ ય, ઇલિઝાંતા વિ નેતિ શા અર્થ–“રમણિક સ્ત્રીઓ, નગરો, ચતુરંગિણી સેના અને હસ્તી-અશ્વાદિ વાહનોએ કરીને, વરશ્રીગૃહ એટલે પ્રઘાન દ્રવ્ય ભંડાર કરીને અને બહુ પ્રકારના કામ જે પાંચ ઇન્દ્રિયોના વિષયો તેણે કરીને નિમંત્રિત કર્યા છતાં પણ મુનિવૃષભો (શ્રેષ્ઠ મુનિઓ) તેને ઇચ્છતા જ નથી. તેઓ પોતાના ચારિત્રઘર્મને જ ઇચ્છે છે.”
छेओ भेओ वसणं, आयास किलेस भय विवागो अ।
मरणं धम्मभंसो, अरई अत्थाउ सव्वाइं॥५०॥ અર્થ–“છેદન, ભેદન, વ્યસન એટલે કષ્ટ, આયાસ એટલે પ્રયાસ, ક્લેશ, ભય અને વિવાદ એટલે કલહ, મરણ, ઘર્મભ્રંશ અને અરતિ આ સર્વ (અર્થથી) દ્રવ્યથી પ્રાપ્ત થાય છે. માટે અર્થ અનર્થોનું મૂળ છે.
ભાવાર્થ-કાન વગેરે કપાવવાં તે છેદન, તરવાર વગેરેથી ભેદાવું તે અથવા સ્વજનાદિ સાથે ચિત્તમાં ભેદ પડવો તે ભેદન, વ્યસન તે અનેક પ્રકારની આપત્તિ,