________________
૧૦૬
ઉપદેશમાળા
આયાસ તે દ્રવ્યોપાર્જન માટે પોતાથી કરાતો શરીરનો ક્લેશ, ભય તે ત્રાસ-આ બધું પરિગ્રહથી જ ઉત્પન્ન થાય છે. દ્રવ્યને જ ભય હોય છે. વિવાદ તે પરસ્પર કલહ પણ દ્રવ્યને લીધે ઉત્પન્ન થાય છે. મરણ તે પ્રાણત્યાગ, ઘર્મભ્રંશ તે જ્ઞાનચારિત્ર રૂપ ઘર્મથી પતિત થવું અથવા સદાચારનો લોપ થવો અને અરતિ તે ચિત્તોદ્વેગ, આ સર્વ દ્રવ્યના કારણથી જ ઉત્પન્ન થાય છે, માટે દ્રવ્ય સર્વથા ત્યાજ્ય છે.
दोससयमूल जालं, पुव्वरिसिविवज्जियं जई वंतं । ..
अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरसि ॥५१॥..
અર્થ–“હે મુનિ! જો સેંકડો દોષોના મૂળ કારણરૂપ, મત્સ્યબંઘનભૂત જાળની જેમ કર્મબંઘના હેતુભૂત હોવાથી જાળરૂપ, પૂર્વ મુનિઓએ વિશેષ પ્રકારે વર્જેલા, દીક્ષા ગ્રહણ કરતી વખતે વમેલા (તલા) અને નરકમાં પાડવારૂપ અનર્થનું કારણ હોવાથી અનર્થરૂપ એવા અર્થ(દ્રવ્ય)ને તું વહન કરે છે, રાખે છે તો પછી શા માટે ફોગટ તપ વગેરે કષ્ટ કરે છે?” | ભાવાર્થ–જો દ્રવ્ય પાસે રાખે છે તો પછી તપાનુષ્ઠાનાદિ નિષ્ફળ છે; માટે સાઘુને તો પરિગ્રહનો સર્વથા ત્યાગ જ શ્રેષ્ઠ છે. અહીં પૂર્વ મુનિઓએ એટલે વજસ્વામી આદિએ વર્જેલા (તજેલા) એમ કહ્યું, એ ઉપરથી આધુનિક સમયના કર્મકાળાદિ દોષથી અર્થનું વહન કરવામાં તત્પર થયેલા સાઘુઓનું આલંબન વિવેકીઓએ ન લેવું; આલંબન તો પૂર્વ પુરુષોનું જ લેવું. '
वह बंधण मारण सेह-णाओ काओ परिग्गहे नत्थि। તં ન પરિગgવય, બધો તો નંદુ પવવો જરા,
અર્થ–“પરિગ્રહ મેળવવામાં વઘ, બંઘન, મારણ અને કદર્થનાઓ વગેરે શું નથી? જો બધું જ છે એમ જાણ્યા છતાં પણ પરિગ્રહ રાખવામાં આવે તો પછી નિશ્ચયે યતિધર્મ તે પ્રપંચ વિડંબના માત્ર જ છે અર્થાત્ દ્રવ્ય રાખવું ને યતિપણું બતાવવું તે કેવળ ઠગાઈ છે.”
विजाहरीहिं सहरिसं, नरिंददुहियाहिं अहमहंतीहिं । जं पत्थिजइ तइया, वसुदेवो तं तवस्स फलं ॥५३॥
અર્થ-“હર્ષસહિત વિદ્યાઘરીઓએ અને એકબીજાની સ્પર્ધાવડે રાજપુત્રીઓએ તે અવસરે વસુદેવ કુમારની (પાણિગ્રહણ નિમિત્તે) જે પ્રાર્થના કરી તે તેણે પૂર્વ ભવે કરેલા (વૈયાવચ્ચરૂપ અત્યંતર) તપનું ફલ જાણવું. માટે પરિગ્રહને તજી દઈને બાહ્ય અને અત્યંતર તપ કરવું એ જ શ્રેષ્ઠ છે.”
किं आसि नंदिसेणस्स, कुलं जं हरिकुलस्स विउलस्स। आसी पियामहो सुचरिएण वसुदेवनामु त्ति ॥५४॥