________________
૧૦.
(૧૮) નંદિષણની કથા
અર્થ-“શું નંદિષણનું કુળ હતું? નહોતું. તે તો દરિદ્રી અને તુચ્છ કુળવાળા બ્રાહ્મણ હતા. પરંતુ તે સદનુષ્ઠાનથી વિશાળ એવા હરિવંશ કુળના યાદવોના વસુદેવ નામે પિતામહ થયા. માટે કુળથી શું? સદનુષ્ઠાન જ આચરવા યોગ્ય છે.”
નંદિણની કથા મગઘદેશમાં નંદી ગામમાં ચક્રધર નામે ચક્રને ઘારણ કરનાર એક દરિદ્ર વિપ્ર રહેતો હતો. તેને સોમિલા નામે સ્ત્રી હતી. તેને નંદિષેણ નામે પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ તેના માતાપિતા મરણ પામ્યા. તેથી તેના મામાએ તેને પોતાને ઘરે લાવી મોટો કર્યો. પરંતુ યુવાવસ્થામાં પણ તે કદરૂપો, મોટા માથાવાળો, મોટા પેટવાળો, વાંકા નાકવાળો, ઠીંગણો, વિકૃત નેત્રવાળો, તૂટેલા કાનવાળો, પીળા કેશવાળો, પગે લંગડો, પીઠ ઉપર ત્રણવાળો, દૌર્ભાગ્યનું નિદાન અને સ્ત્રીઓને અપ્રીતિપાત્ર થયો. તે બાળક મામાને ઘેર ચાકરનું કામ કરતો હતો. તે જોઈને લોકોએ તેને કહ્યું કે “અરે!નિર્ભાગ્ય શિરોમણિ! તું પારકા ઘરે દાસત્વ શા માટે કરે છે? વિદેશ જઈ, પૈસો મેળવીને સ્ત્રી પરણ. લોકોક્તિ પણ એવી છે કે ચાનાંતરિતાનિ માનિ પુરુષનું પ્રારબ્ધ સ્થાનાંતરિત હોય છે એટલે કે સ્થાનનો ફેરફાર કરવાથી તે પ્રગટ થાય છે. આ પ્રમાણે લોકોનાં વચન સાંભળીને અન્ય સ્થાને જવા ઉત્સુક થયેલા ભાણેજને તેના મામાએ કહ્યું કે “તું પરદેશ શા માટે જાય છે? મારા ઘરમાં સાત પુત્રીઓ છે. તેમાંથી એકની સાથે તારો વિવાહ કરીશ, માટે અહીં જ મારે ઘેર રહે.” તે સાંભળી નંદિષેણ તેના મામાને ઘરે જ રહ્યો અને પૂર્વવત્ કામ કરવા લાગ્યો.
એક દિવસ નંદિષેણને તેના મામાએ પોતાની સાતે કન્યાઓને બતાવ્યો અને તેમને પસંદ કરવાનું કહ્યું. સાતે કન્યાઓએ કહ્યું કે હે તાત! અમે આત્મહત્યા કરીશું, પણ નંદિષેણને વરીશું નહીં.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને નંદિષેણ મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે! આમાં મારાં કર્મનો જ દોષ છે, એનો કાંઈ દોષ નથી. કરેલાં કર્મ ભોગવ્યા વિના ક્ષય થતાં નથી.” કહ્યું છે કે
कर्मणो हि प्रधानत्वं, किं कुर्वन्ति शुभा ग्रहाः ।
वशिष्ठदत्तलग्नोऽपि, रामः प्रव्रजितो वने ॥ - “કર્મનું જ પ્રથાનત્વ છે, તેમાં શુભ ગ્રહો પણ શું કરે? રામને ગાદીએ બેસવાને માટે વિશિષ્ઠ મુનિએ મુહૂર્ત આપેલું હતું, છતાં પણ તે મુહૂર્ત તેને વનમાં જવું પડ્યું.” '' આ પ્રમાણે વિચારી દુઃખગર્ભિત વૈરાગ્યવડે તે મામાના ઘરમાંથી નીકળી ફરતો ફરતો રત્નપુર નગરે ગયો. ત્યાં ઉપવનના કોઈ એક ભાગમાં વસ્રરહિત થઈ ક્રીડા કરતું, કામરસથી ઉન્મત્ત થયેલું, પરસ્પર ગાઢ આલિંગનથી જોડાયેલું સ્ત્રી