________________
૧૦૮
ઉપદેશમાળા
પુરુષનું જોડું જોઈ નંદિષણ મનમાં બહુ જ ખિન્ન થયો અને આત્મહત્યા કરવા માટે વનમાં ગયો. ત્યાં તેને સુસ્થિત નામના મુનિ મળ્યા. મુનિએ કહ્યું કે “હે મુથ! આવા અજ્ઞાન મૃત્યુથી તને શો લાભ થવાનો છે? પૂર્વે અનંતીવાર વિષયાઠિકના સેવનથી કોઈ પણ પ્રકારની સિદ્ધિ થઈ નથી. માટે કાંઈક ઘર્મકાર્ય કર કે જેથી કાર્યસિદ્ધિ થાય. આ સર્પની ફેણ જેવા ભયંકર અને પરિણામે અતિ કટુ એવા વિષયસુખથી શો લાભ છે? વળી રોગનો ભંડાર એવું આ શરીર પણ અનિત્ય છે. કહ્યું છે કે
पणकोडी अडसट्ठी, लक्खा नवनवइ सहस्स पंचसया । __ चुलसी अहिआ निरए, अपइट्ठाणमि वाहिओ ॥
સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસો ને ચોરાશી વ્યાધિઓ છે."
તેથી આ અનિત્ય દેહવડે સારભૂત એવા ઘર્મ અંગીકાર કર. કારણ કે આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે અને તે ઘર્મ વિના વ્યર્થ છે. કહ્યું છે કે
संसारे मानुष्यं सारं, मानुष्ये च कौलिन्यम् । .
कौलिन्ये धर्मित्वं धर्मित्वे चापि सदयत्वम् ॥ . સંસારમાં મનુષ્યજન્મ સારરૂપ છે, મનુષ્યજન્મમાં કુલીનપણું સારરૂપ છે, કુલનપણામાં ઘર્મ પાળવો એ સારરૂપ છે અને ઘર્મ પાળવામાં પણ દયાયુક્ત થવું એ સારભૂત છે.”
આ પ્રમાણે ગુરુમહારાજની અમૃત તુલ્ય દેશના સાંભળીને વિષયતાપથી નિવૃત્ત થઈ તેણે ગુરુ પાસે દીક્ષા લીધી, અને ઉગ્રવિહારીપણે ગુરુની સેવા કરતાં વિચારવા લાગ્યા. તેઓ છઠ્ઠ છઠ્ઠને અંતે પારણું કરવા લાગ્યા. અને અત્યંત વૈરાગ્યથી મનને પૂર્ણ કરી. દરરોજ મારે પાંચસો સાઘુઓની વૈયાવચ્ચ કરવી એવો નિયમ ગ્રહણ કર્યો. સાઘુની વૈયાવચ્ચ એ મોટું પુણ્ય છે. કહ્યું છે કે
वेयावच्चं निययं, करेह उत्तमगुणे धरंताणं । .
सव्वं किर पडिवाइ वेयावच्चं अप्पडिवाइ॥ “ઉત્તમ ગુણ ઘારણ કરનારાઓની વૈયાવચ્ચ નિરંતર કર. કારણકે સર્વ ગુણ પ્રતિપાતી છે અને વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે. ”
૧. આ પ્રમાણેના વ્યાધિ સત્તાગત સર્વ શરીરમાં રહેલા હોય છે. ફક્ત સાતમી નરકન નારકીને તે વિપાકોદયે વર્તે છે અને અન્ય જીવોને વિપાકમાં વર્તતા નથી. મનુષ્ય શરીરના સાડ ત્રણ કરોડ રોમરાય કહેવાય છે તેની સાથે સંબંઘ કરતા એકેક રોમરયમાં પોણા બળે વ્યાધિઓ ગણી શકાય છે.