________________
૧૦૩
(૧૭) શ્રી વજમુનિનું દ્રષ્ટાંત પારણામાં સૂતાં સૂતાં તે બાળકે અનેક પ્રકારનાં સિદ્ધાંતોનો અભ્યાસ કરતી સાધ્વીઓના મુખેથી સાંભળીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું.
અનુક્રમે તે ત્રણ વર્ષનો થયો. તેની માતા ત્યાં દરરોજ આવતી હતી. પોતાના પુત્રને દિવ્ય રૂપવાળો જોઈને મોહથી મન વિહલ કરી તેને લેવા આવી. તેણે કહ્યું કે હું મારો પુત્ર લઈ જઈશ. ઘનગિરિએ કહ્યું કે હું તેને આપીશ નહીં, કારણ કે તમે મને આ બાળક તમારા હાથથી જ આપ્યો છે. આ પ્રમાણે પરસ્પર વાદ થયો. વિવાદ કરતી સુનંદા ગુરુ સહિત રાજાની કચેરીમાં ગઈ. રાજાએ કહ્યું કે “તમો બન્નેને આ પુત્ર સરખો છે, માટે બોલાવવાથી જેની પાસે જાય તેનો આ પુત્ર, એવો ન્યાય ઠીક લાગે છે. તે સાંભળીને સુનંદા અનેક સારી સારી ખાવાની ચીજો, સુખડી, વિચિત્ર પ્રકારનાં આભરણો અને બાળકના ચિત્તને રંજિત કરે એવી વસ્તુઓ (રમકડાંઓ) આગળ મૂકીને પુત્રને બોલાવવા લાગી કે હે પુત્ર! આ લે, આ લે.” પરંતુ તેણે આ પ્રમાણે બોલતી માતાની સન્મુખ પણ જોયું નહીં તેથી તે ખિન્ન થઈ. પછી ઘનગિરિએ કહ્યું કે “હે બાળક! અમારી પાસે તો આ ઘર્મધ્વજ (રજોહરણ) છે, જો તને પસંદ પડે તો તે ગ્રહણ કર.” એવું સાંભળી તે બાળક દોડતો ગુરુ પાસે જઈ ઘર્મધ્વજને માથે ચડાવી પ્રફુલ્લિત નેત્રે નૃત્ય કરવા લાગ્યો. રાજાએ કહ્યું કે આ પુત્ર ગુરુનો જ છે.” સર્વ લોકો તે જોઈને આશ્ચર્ય પામ્યા કે “અરે! આ ત્રણ વર્ષના બાલકનું જ્ઞાન તો જુઓ!
અનુક્રમે તે બાળક આઠ વર્ષનો થયો એટલે ગુરુએ તેને દીક્ષા દીઘી. પુત્રના મોહથી મુગ્ધ થયેલી સુનંદાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી ગુરુએ “આ બાળક યોગ્ય છે એમ જાણી પોતાના સ્થાને (આચાર્યપદે) સ્થાપિત કર્યો. દશ પૂર્વ જાણનાર અને ઉગ્ર તપ કરનાર એવા વજમુનિને પૂર્વભવના કોઈ મિત્રદેવે આવીને વૈલિબ્ધિ અને આકાશગામિની વિદ્યા આપી. . એકદા વિદ્યા આદિ અતિશયોથી યુક્ત શ્રી વજસ્વામી પાટલીપુત્ર નગરમાં સમવસર્યા. નગરના લોકો વાંદવા આવ્યા. વજસ્વામીએ પણ વિદ્યાના બળથી પોતાનું રૂપ વિશેષ કરીને ઘર્મદેશના આપી. તે દેશના વડે લોકોનાં ચિત્ત બહુ આકર્ષાયા અને પરસ્પર બોલવા લાગ્યા કે “અહો! આ ગુરુમહારાજનો રૂપને અનુસરતો જ વાણીવિલાસ છે!” પછી દેશનાની સમાપ્તિ થયે સર્વ લોકો સ્વસ્થાને ગયા અને તે દિવસ વ્યતીત થયો. - હવે તે નગરમાં “ઘનાવહ નામનો એક શેઠ વસે છે. તેને “કમિણી' નામે ઘણી રૂપવતી પુત્રી છે. તેણે એક દિવસ કોઈ આર્યાના મુખથી વજસ્વામીના ગુણો સાંભળ્યા હતા, અને આર્યા પણ રુકમિણી પાસે વારંવાર વજસ્વામીના ગુણોનું કથન કરતી હતી. તેથી તેના રૂપ, લાવણ્ય, વિદ્યા વગેરે અતિશયોથી મોહિત થઈને