________________
૧૦ર
ઉપદેશમાળા
I
धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु।
अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ “દ્રવ્યમાં, જીવિતવ્યમાં, ભોગમાં અને આહારકર્મમાં અતૃપ્ત રહ્યા સતા જ સર્વે પ્રાણીઓ ગયેલા છે, જશે અને જાય છે.” વળી કહ્યું છે કે
भोगो न भुक्ता वयमेव भुक्ता-स्तपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव याता-स्तृष्णा न जीर्णा वयमेव जीर्णा ॥
ભોગો ભોગવાયા નથી પણ અમે જ ભોગવાયા છીએ; તપ તપ્યું નથી, પણ અમે જ તપ્યા છીએ; કાળ ગયો નથી પણ અમે જ ગયા છીએ અને અમારી તૃષ્ણા જીર્ણ થઈ નથી પણ અમે પોતે જ જીર્ણ થયા છીએ.” માટે સાંસારિક સુખો સુલભ છે, પરંતુ આ બોધિરત્ન પરમ દુર્લભ છે. કહ્યું છે કે__ सुलहो विमाणवासो, एगच्छत्ता वि मेइणी सुलहा । ..
दुल्लहो 'पुण जीवाणं, जिणिंदवरसासणे बोहि ॥ “વિમાનવાસી એટલે દેવતા થવું તે સુલભ છે અને એકછત્ર પૃથ્વી પણ સુલભ છે, અર્થાત્ ચક્રવર્તી થવું તે સુલભ છે; પરંતુ જિનેંદ્રના શ્રેષ્ઠ શાસનમાં બોળિબીજ પામવું તે જીવોને પરમ દુર્લભ છે:” .
આ પ્રમાણે વિચાર કરીને તે બાળક પોતાની માતાને ઉદ્વેગ પમાડવા માટે ગાઢ સ્વરથી રુદન કરવા લાગ્યો. માતાએ ઘણા ઉપાયો કર્યા, પરંતુ તે જરા પણ રોતો બંધ થતો નથી. જો કે માતાનું મન તેના પર સ્નેહયુક્ત હતું તોપણ અતિ રડવાથી વિરક્ત થઈ ગયું. બાળક પણ જેમ જેમ માતાનું મન વિરક્ત થતું જાણવા લાગ્યો તેમ તેમ તે બમણું રુદન કરવા લાગ્યો. માતા બાળકના રુદનથી કંટાળી ગઈ. એ પ્રમાણે છ માસ વ્યતીત થયા. એ સમયે શ્રી સિંહગિરિ સૂરિ ત્યાં પઘાર્યા. નગરનાં લોકો તેમને વંદન કરવા ગયા. ગુરુએ દેશના દીથી. દેશનાને અંતે સભા વિખરાઈ જતાં ઘનગિરિએ ગુરુ પાસે આવીને ભિક્ષા માટે જવાની આજ્ઞા માગી.
ત્યારે ગુરુએ કહ્યું કે “આજ ગોચરીમાં સચિત્ત કે અચિત્ત જે મળે તે સઘળું ગ્રહણ કરવું.' એ પ્રમાણેનું ગુરુનું વાક્ય સ્વીકારીને ઘનગિરિ ભિક્ષા માટે નગરમાં ગયા.
ગોચરી માટે ફરતાં ફરતાં તે પોતાની સ્ત્રી સુનંદાને ઘેર આવ્યા અને ઘર્મલાભ આપ્યો ત્યારે સુનંદાએ કહ્યું કે “હે સ્વામી! આ પુત્રને ગ્રહણ કરો. આ પુત્ર મને ઘણો સંતાપ ઉપજાવ્યો છે.' એવું સાંભળીને ગુરુનું વચન જેમણે સ્મૃતિમાં રાખેલું છે એવા ઘનગિરિએ સુનંદાએ આપેલા પુત્રની ભિક્ષા સ્વીકારી. ઝોળીમાં પુત્રને લઈને તે ગુરુ સમીપે પાછા આવ્યા. ગુરુએ તે બાળકમાં વજ જેવો ભાર જાણીને તેનું નામ વજ પાડ્યું. તે બાળક સાધ્વીઓને સોંપ્યો. ત્યાં ઘણી શ્રાવિકાઓ તેની સેવા કરવા લાગી. શ્રીસંઘને પણ તે અતિ પ્રિય થયો. ત્યાં