________________
૨૪૬
ઉપદેશમાળા
શ્રેણિક રાજાનો નંદિષેણ નામે પુત્ર થયો અને પેલો લક્ષ બ્રાહ્મણોને ભોજન કરાવનાર બ્રાહ્મણનો જીવ ઘણા ભવોમાં ભ્રમણ કરીને કોઈ અટવીમાં હાથિણીની કુલિમાં ઉત્પન્ન થયો.
તે હાથિણીનો સ્વામી જે બાળકો થાય તેને મારી નાખતો હતો, તેથી તે હાથિણીએ વિચાર્યું કે “મારી કષિમાં ગર્ભ ઉત્પન્ન થયો છે, તેને કોઈ પણ ઉપાયથી ગુપ્ત રીતે જન્મ આપું તો તે જીવતો રહે અને યુથનો (હાથિણીના ટોળાનો) અઘિપતિ થાય.” એમ વિચારીને તે હાથિણી ખોટી રીતે એક પગે લંગડી થઈને ચાલવા લાગી. તેથી કોઈ વખત એક પહોરે તે પોતાના યૂથને ભેગી થતી, કોઈ વખત બે પહોરે થતી, કોઈ વખત એક દિવસે થતી અને કોઈ વખત બે દિવસે ચૂથ ભેગી થતી. એ પ્રમાણે કરતાં પ્રસવકાળ સમીપ આવ્યો ત્યારે તે તૃણનો પૂળો લઈને કોઈ તાપસીના આશ્રમમાં ગઈ. ત્યાં તેણે પુત્ર (હાથી) ને જન્મ આપ્યો. પછી આવીને પાછી પોતાના યૂથ ભેગી થઈ ગઈ. એમ દરરોજ ચૂથની પાછળ રહીને તાપસીના આશ્રમમાં જઈ પોતાના બાળકને સ્તનપાન કરાવી પાછી ખૂથ ભેગી થતી. એવી રીતે તે બાળકનું તેણે પોષણ કર્યું. તે આશ્રમમાં રહેલા હસ્તીબાળકનું તાપસોએ પુત્રની જેમ પાલન કર્યું. તેથી તે તેઓનો અત્યંત પ્રીતિપાત્ર થયો. પછી તે તાપસીની સંગતિથી તે હાથી પણ પોતાની સુંઢમાં પાણી ભરી લાવીને આશ્રમનાં વૃક્ષોને પાણી પાવા લાગ્યો. તેથી તાપસોએ તેનું સેચનક (સીંચન કરનારો) એવું યથાર્થ નામ પાડ્યું. તે સેચનક અનુક્રમે વૃદ્ધિ પામી મહા બળવાન થયો.
એકદા સેચનક વનમાં ફરતો હતો, તેવામાં તેણે પેલો યૂથ સ્વામી કે જે પોતાનો પિતા હતો તેને જોયો અને તે યુથપતિએ પણ તેને જોયો. તેથી તે બન્નેનું પરસ્પર યુદ્ધ થયું. તેમાં મહા બળવાન સેચનકે પોતાના પિતાને યમકારે મોકલ્યો (મારી નાંખ્યો) અને પોતે યૂથપતિ થયો. પછી મેચનકે મનમાં વિચાર્યું કે “જેમ મારી માતાએ મને ગુપ્ત રીતે પ્રસવ્યો, ત્યારે હું પિતાને મારી ચૂથપતિ થયો, તેવી રીતે બીજી કોઈક હાથિણી ગુપ્ત રીતે આ આશ્રમમાં પ્રસવશે, તો તે મને મારીને યૂથપતિ થશે.” એમ વિચારીને તેણે તે તાપસોના ઝૂંપડાં ભાંગી નાંખ્યા. તે વખતે તાપસીએ વિચાર કર્યો કે “અહો! આ હાથી મહા તબી થયો. આપણે તો પુત્રની જેમ તેનું લાલન-પાલન કર્યું અને તેણે તો મહા વિરુદ્ધ આચરણ કર્યું માટે આપણે એને કોઈ પ્રકારનાં કષ્ટમાં નાંખીએ.” એમ વિચારીને તે તાપસોએ શ્રેણિક રાજા પાસે જઈને કહ્યું કે “હે રાજા! અમો જે વનમાં રહીએ છીએ, તે વનમાં રાજ્યને યોગ્ય એક હસ્તીરત્ન છે, માટે તે આપે ગ્રહણ કરવા યોગ્ય છે.” તે સાંભળીને શ્રેણિક રાજાએ પરિવાર સહિત વનમાં જઈ હેડ વગેરે ઘણા ઉપાયો વડે તેને પકડવા માંડ્યો પણ તે પકડાયો નહીં. એવામાં નંદિષણકુમાર ત્યાં આવ્યો. તેના