________________
૧૩૫
(૨૬) મેતાર્ય મુનિની કથા
ભાવાર્થ–મેતાર્ય મુનિના મસ્તકે સોનીએ લીલી વાઘર વીંટી, તે સુકાવાથી નસોનું ખેંચાણ થવાને લીધે બન્ને નેત્ર નીકળી પડ્યાં પરંતુ મેતાર્ય મુનિ કિંચિત્ માત્ર પણ તે સોની ઉપર કોપાયમાન થયા નહીં. એવી રીતે બીજા મુનિરાજોએ પણ ક્ષમા કરવી.
મેતાર્યમુનિની કથા સાકેતનપુરમાં ચંદ્રાવત સક નામે અત્યંત ઘાર્મિક રાજા હતો. તેને સુદર્શના નામની સ્ત્રી હતી. તે સ્ત્રીની કુક્ષિથી સાગરચંદ્ર ને મુનિચંદ્ર નામે બે પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બેમાં મોટાને યુવરાજપદ આપ્યું અને નાનાને ઉજ્જયિનીનું રાજ્ય આપ્યું હતું. બીજી ‘પ્રિયદર્શના” નામે રાણીથી ગુણચંદ્ર અને બાલચંદ્ર નામે બે પુત્ર થયા હતા. એ પ્રમાણે ચાર પુત્ર વગેરે સાથે તે રાજા રાજ્ય કરતો હતો.
એક દિવસ ચંદ્રાવતંસક રાજાએ પૌષઘ કર્યો હતો. તે રાત્રે એકાંતવાસમાં રહ્યા સતા તેણે એવો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમાં સ્થિત રહેવું તે અભિગ્રહને નહીં જાણનારી કોઈ દાસીએ તે દીવામાં તેલ પૂર્યા કર્યું. ઘણો વખત કાયોત્સર્ગમાં સ્થિર રહેવાથી રાજાને શિરોવેદના થઈ, તેથી તે મૃત્યુ પામ્યો અને દેવલોકમાં ગયો. તે જોઈ સાગરચન્દ્ર વિચાર્યું કે આ દેહનો સંબંઘ કૃત્રિમ છે. જે પ્રાતઃકાળમાં જોવામાં આવે છે તે મધ્યા જોવામાં આવતું નથી અને જે મધ્યાહે જોવામાં આવે છે તે રાત્રે નાશ પામે છે. વાયુએ કંપાવેલા પત્ર જેવું આ આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. કહ્યું છે કે
. आदित्यस्य गतागतेरहरहः संक्षीयते जीवितम् । - व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते ॥ ... दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते ।
વીત્વ મોહમથી પ્રતિમવિરામુનત્તમૂર્ત ન તૂ I “સૂર્યના ગમન-આગમનથી આયુષ્ય દરરોજ ક્ષય પામે છે, બહુ પ્રકારના કાર્યવાળા મોટા મોટા વ્યવસાયોથી કાળ કેટલો ગયો તે જણાતું નથી, અને જન્મ, વૃદ્ધાવસ્થા, વિપત્તિ ને મરણ જોઈને માણસોને ત્રાસ ઉત્પન્ન થતો નથી. તેથી જણાય છે કે મોહમયી પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને આ જગત ઉન્મત્ત થયેલું છે.” ' ઇત્યાદિ કારણથી જેનું ચિત્ત વૈરાગ્યવાન થયેલું છે એવો સાગરચંદ્ર રાજ્યથી પરામુખ હતો છતાં તેની ઓરમાન માતાએ કહ્યું–મારા બન્ને પુત્રો હાલ રાજ્યભાર વહન કરવાને અશક્ત છે, તેથી તું આ રાજ્યથુરાને ગ્રહણ કર. એ પ્રમાણે બળાત્કારથી સાગરચંદ્રને રાજ્ય ઉપર સ્થાપિત કર્યો, પરંતુ તે વિરક્ત મનથી રાજ્યનું પાલન કરે છે. અનુક્રમે તેને સમૃદ્ધિ ને કીર્તિથી વઘી ગયેલો જોઈને તેની ઓરમાન માતા દુભાઈ, તેથી તે દરરોજ તેની ઈર્ષ્યા કરે છે અને છિદ્ર ખોળે છે.