________________
૧૫૮
ઉપદેશમા બલદેવ, રથકાર ને મૃગની કથા દ્વારિકાનગરીને બાળી નાંખવાનું જેણે નિયાણું કરેલ છે એવા કિપાયન ઋષિએ અગ્નિકુમાર દેવપણે ઉત્પન્ન થઈ જ્યારે દ્વારિકાને બાળી ત્યારે માત્ર ફણ અને બલભદ્ર બે જ બચ્યા હતા. બીજા બધા બળી ગયા હતા. બન્ને ભાઈઓ વનમાં ગયા. ત્યાં કૃષ્ણને ઘણી તરસ લાગી, તેથી બળભદ્ર પાણી લેવા ગયા. અહીં પણ એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. ત્યાં કૃષ્ણનું મૃત્યુ પોતાને હાથે થવાનું છે એવું શ્રી નેમીશ્વરના મુખથી જાણીને જેણે તે પ્રમાણે ન થવા માટે જ વનવાસ ગ્રહણ કરેલો છે એવો વસુદેવની જરા રાણીનો પુત્ર જરાકમારે ત્યાં આવ્યો. તેણે ફરતાં ફરતાં રાત્રિએ કૃષ્ણના પગને તળિયે રહેલું પદ દૂરથી દીઠું એટલે આ ચક્યકિત મૃગનું નેત્ર જણાય છે એવું ઘારી તેણે કર્ણ પર્યત બાણ ખેંચીને કૃષ્ણનો પગ વીંધી નાખ્યો. પાસે આવતાં તે પોતાનો ભાઈ છે એમ જાણી પશ્ચાત્તાપ કરતો સંતો જરાકમાર વિલાપ કરવા લાગ્યો. તે વખતે કણે કહ્યું કે જે ભાઈ! તું અહીંથી જલ્દી ચાલ્યો જા. હમણા બળભદ્ર આવશે તો તે તને મારી નાંખશે.” એ પ્રમાણે કહેવાથી જરાકુમાર તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. પછી આયુષ્યના પ્રાંત ભાગે કૃષ્ણને નરકગતિને યોગ્ય લેશ્યા ઉત્પન્ન થઈ, તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે! જુઓ, ત્રણસો ને સાઠ યુદ્ધ કરનારો એવો હું મહાબળવાન છતાં મને બાણથી હણીને આ રાજકુમાર ક્ષેમકુશળ ચાલ્યો ગયો! એ પ્રમાણે દુર્ગાનને વશ થઈ મરણ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા.
તે સમયે પાણી લઈને બલભદ્ર પણ ત્યાં આવ્યા. તેણે કૃષ્ણ પ્રત્યે કહ્યું કે હે બંધુ! મેં તારા માટે ઠંડું પાણી આપ્યું છે, તું ઊઠ અને પાણી પી.” એ પ્રમાણે કહેતા છતાં કણે ઉત્તર આપ્યો નહીં. ત્યારે બલદેવે વિચાર કર્યો કે “મેં પાણી લાવવામાં ઘણો વખત ગુમાવ્યો તેથી આ મારા બંઘુ ક્રોધિત થયેલા જણાય છે તેથી હું તેને ખાવું.” એ પ્રમાણે વિચારી પગમાં પડીને અરજ કરવા લાગ્યા કે “હે બંધુ! આ ક્રોથનો અવસર છે? મોટા જંગલમાં આપણે બન્ને એકલા છીએ, માટે તું ઊઠ. એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં પણ જ્યારે તે બોલ્યા નહીં ત્યારે બલદેવ મોહવશ થઈ, કૃષ્ણ મૃત્યુ પામેલા છે છતાં તેને જીવતા જાણી, પોતાના ઘ ઉપર લઈને ચાલ્યા. આ સંસારમાં ત્રણ વસ્તુ સર્વથી અધિક છે. કહ્યું છે કે
तीर्थंकराणां साम्राज्यं सपत्नीवैरमेव च।
वासुदेवबलस्नेहः सर्वेभ्योऽत्यधिकं मतम् ॥ તીર્થકરોનું સામ્રાજ્ય, સપત્ની(શોક)નું વૈર અને વાસુદેવ ને બલદેવનો સ્નેહ એ ત્રણ વાનાં સર્વથી અઘિક ગણાયેલાં છે.”
આ પ્રમાણે મરણ પામેલા ભાઈને ઢંઘ ઉપર લઈને તેની સેવા કરતા તે