________________
૧૨
ઉપદેશમાળા अणुराएण जइस्स वि, सियायपत्तं पिया धरावेइ । . तह वि य खंदकुमारो, न बंधुपासेहि पडिबद्धो॥१४१॥
અર્થ–થતિ થયેલા એવા પણ પોતાના પુત્રના અનુરાગે કરીને તેના પિતા તેના પર શ્વેત છત્ર (સેવકો પાસે) ઘરાવે છે, તે છતાં પણ અંદકમાર નામના મુનિ પિતાનો આવો સ્નેહ છતાં બંઘુવર્ગના સ્નેહરૂપ પાશે કરીને બંઘાયા નહીં.”
સ્કંદકુમારનું દ્રષ્ટાંત શ્રાવસ્તી નામે એક મોટી નગરી હતી. ત્યાં તમામ શત્રુમંડલને ધૂમકેતુ જેવો કનકકેતુ નામે રાજા હતો. તેને દેવાંગના કરતાં પણ અતિ સુંદર એવી મલય સુંદરી નામે રાણી હતી. તેમને સ્કંદકુમાર નામે પ્રાણપ્રિય તનુજ (પુત્ર) હતો અને મનુષ્યોને આનંદ આપનારી સુનંદા નામે પુત્રી હતી. રૂપ ને યૌવનથી ગર્વિત બનેલી તે પુત્રી કાંતિપુર નગરના રાજા પુરુષસિંહને આપેલી હતી, પરણાવેલી હતી. .
એકદા તે શ્રાવસ્તી નગરીમાં શ્રી વિજયસેનસૂરી પઘાર્યા. સ્કંદકુમાર પરિવાર સહિત વાંદવા આવ્યો. ગુરુએ ઘર્મદેશના આપી–
“હે ભવ્ય જીવો! આ સંસાર અનિત્ય છે, આ શરીર નાશવંત છે, સંપત્તિઓ જલતરંગ જેવી ચંચળ છે, યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહ જેવું છે, માટે આ કાળકૂટ વિષ જેવા વિષયસુખના આસ્વાદથી શું? આગમમાં પણ કહ્યું છે કે
संपदो जलतरंगविलोला, यौवनं त्रिचतुराणि दिनानि।
शारदाभ्रमिव चंचलमायुः किं धनैः कुरुत धर्ममनिधम् ॥
સંપત્તિઓ જલના તરંગ જેવી ચપળ છે, યૌવન માત્ર ત્રણ ચાર દિવસ રહેનારું છે અને આયુષ્ય શરદઋતુના મેઘ જેવું ચંચળ છે, તો ઘનથી શું વિશેષ છે? અર્નિય એવો ઘર્મ જ કરો. વળી– .
सब्बं विलवियं गीयं, सव्वं नर्से विडंबणा।
सव्वे आभरणा भारा, सब्वे कामा दुहावहा ॥ સર્વ ગીતો વિલાપરૂપ છે, સર્વ નૃત્યો વિડંબનારૂપ છે, સર્વ પ્રકારના આભરણો ભારરૂપ છે અને સર્વ પ્રકારના કામો (વિષયો) પરિણામે દુઃખને આપનારા છે.”
ઇત્યાદિ ગુરુની દેશના સાંભળીને સ્કંદકુમાર પ્રતિબોથ પામ્યો અને ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા લઈ તેણે શ્રી વિજયસેનસૂરિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે દિવસથી આરંભીને રાજાએ પણ સ્નેહથી પોતાના પુત્ર ઉપર શ્વેત છત્ર ઘારણ કરાવ્યું, અને સેવા કરવા માટે તેની પાસે સેવકો રાખ્યા. તે નકરો માર્ગમાં કાંટા વગેરે પડ્યા હોય તે દૂર ફેંકી દે છે અને પરમ ભક્તિથી સેવા કરે છે. અનુક્રમે