________________
(૧૨) શ્રી જંબુસ્વામીનું દ્રષ્ટાંત પ્રીતિવાળાં વચનો બોલે છે અને વારંવાર મારા સામું જુએ છે. મેં તેનો અભિપ્રાય જામ્યો એટલે મેં તેને કહ્યું કે “હે સ્વામી! ઉતાવળ ન કરો. પાણિગ્રહણ વિના વિષયાદિ કૃત્ય થતું નથી. ઘણો ભૂખ્યો માણસ શું બે હાથે ખાવા લાગે છે? માટે હમણાં વિષયસેવન યોગ્ય નથી.” એવું મારું વાક્ય સાંભળીને ઘણા જ કામાતુર થયેલા મારા પતિને પડખામાં શૂળ ઉત્પન્ન થયું અને તે વ્યાધિથી મરણ પામ્યો. તેને મેં મારા ઘરની અંદર દાટી દીઘો. તે વાત કોઈએ જાણી નહીં. મારા માતાપિતાએ પણ તે વાત જાણી નહીં. હે રાજન! મેં મારી અનુભવેલી આ વાર્તા કહી છે. તે વાર્તા સાંભળીને રાજા ઘણો ખુશી થયો અને તે કન્યા પોતાને ઘરે આવી. - જયશ્રી કહે છે–જેવી રીતે કલ્પિત વાર્તાથી તે વિપ્રપુત્રીએ રાજાનું મન રંજન કર્યું તેવી રીતે તમે પણ અમારા મનને રંજિત કરો છો, પરંતુ એ પ્રવૃત્તિ મિથ્યા છે માટે જે માણસ વિચારીને પગલું મૂકે છે તે માણસની લાજ રહે છે. તેથી હે સ્વામી! ભોગો ભોગવી પછી ચારિત્ર ગ્રહણ કરીને પોતાનો અર્થ સાધવો ઉચિત છે.”
એ પ્રમાણે જયશ્રીનું વાક્ય સાંભળીને જંબૂકુમારે કહ્યું- “હે જયશ્રી! મોહથી આતુર થયેલા પ્રાણીઓ અથર્મમાં ઘર્મબદ્ધિ માની વિષયોને સ્થાપિત કરી કમ બાંધે છે, પરંતુ એ વિષયો ઘણા જ ખરાબ પરિણામવાળા છે. વિષથી પણ વિષયો અધિક છે એ ખરેખરું છે કારણકે વિષયો તો મરેલાને પણ મારે છે. કહ્યું છે કે
भिक्षाशनं तदपि नीरसमेकवारं शय्या च भूः परिजनो निजदेहमात्रं । वस्त्रं च जीर्णशतखंडमयी च कंथा
હ હ તથાગરિ વિષય ન પરિત્યાત્તિ | - આવામાં ભિક્ષાનું ભોજન–ને પણ નીરસ અને એક વાર, સુવામાં માત્ર પૃથ્વી, પરિજનમાં માત્ર પોતાનો જ દેહ અને લુગડામાં જીર્ણ અને તદન ફાટેલી ગોદડી–એવી સ્થિતિવાળા માણસને પણ અહો!અત્યંત ખેદની વાત છે કે વિષયો છોડતાં નથી. તેથી હે સ્ત્રીઓ! જો જન્મ, જરા, મરણ, રોગ, વિયોગ ને શોક આદિ શત્રુઓ મારી સમીપે આવે નહીં તો હું તમારી સાથે ભોગ ભોગવું. તે સિવાય જે તમે મને બળાત્કારે ઘરમાં રાખશો તો શું રોગ આદિથી રક્ષણ કરવાની તમારામાં શક્તિ છે?” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિનુ! એવો સમર્થ કોણ હોય કે જે સંસારસ્થિતિને અટકાવી શકે?” ત્યારે જંબૂકુમારે કહ્યું કે “જો તેમાં તમે અસમર્થ છો તો અશુચિ વસ્તુથી ભરેલી અને મોહની કુંડીરૂપ જે તમે, એવા તમારા શરીરમાં હું પ્રીતિવાળો થવાનો નથી. કારણ કે સ્ત્રીઓનો જન્મ અનંતી પાપની રાશિથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે
अणंता पापरासीओ, जया उदयमागया । . तया इथ्थीत्तणं पत्तं, सम्मं जाणाहि गोयमा ।