________________
ઉપદેશમાળા હે ગૌતમ! અનંતી પાપની રાશિઓ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે એમ બરાબર જાણજે.” વળી કહ્યું છે કે
दर्शने हरते चित्तं, स्पर्शने हरते बल । ।
संगमे हरते वीर्य, नारी प्रत्यक्ष राक्षसी॥ દર્શન થતાં ચિત્તને હરે છે. સ્પર્શ થતાં બળને હરે છે, સંગમ થતાં વીર્યને હરે છે. એવી રીતે મારી સાક્ષાત રાક્ષસી છે.” વળી હું લલિતાંગકુમારની પેઠે મોહનિમગ્ન થયેલો નથી કે જેથી અપવિત્ર વસ્તુના કૂવા રૂપ આ ભવકૂપની અંદર પડ” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિન! એ લલિતાંગકુમાર કોણ હતો કે જેને આપે ઉપનય (દ્રષ્ટાંત) તરીકે ગ્રહણ કર્યો છે?” જંબૂકુમારે કહ્યું કે સાંભળો
લલિતાંગકુમારનું દ્રષ્ટાંત વસંતપુર નગરમાં શતપ્રભ રાજા રાજ્ય કરતો હતો. તેને રૂપવતી નામે પટ્ટ રાણી હતી. તે ઘણી રૂપવતી, યૌવન આદિ ગુણોથી યુક્ત અને મોહરાજાની રાજધાની જેવી અતિ મોહક હતી. તે રાજાને ઘણી વહાલી હતી પરંતુ તે વ્યભિચારિણી હતી. એક દિવસે તે રૂપવતી રાણી બારીમાં બેસી નગરકૌતુક જોતી હતી. તે સમયે લલિતાંગ નામના અતિ રૂપવાન યુવકને માર્ગે જતાં તેણે જોયો. તેનું રૂપ જોઈ મોહ ઉત્પન્ન થવાથી તે અતિ કામાતુર થઈ, તેથી તેણે દાસીને કહ્યું–“અરે! તું આ યુવકને અહીં લાવ.' દાસીએ જઈને લલિતાંગને કહ્યું–તમને રાણી બોલાવે છે, માટે મારી સાથે રાણીના મહેલમાં પઘારો.” તે પણ વિષયરૂપી ભિક્ષાને માટે ભટકનારો વ્યભિચારી હતો તેથી તે રાણીના મહેલમાં ગયો. લલિતાંગને જોઈને હાવભાવ વિલાસ આદિને વિસ્તારતી, આળસ મરડતી, હસ્તના મૂળ ભાગને બતાવતી અને નાભિમંડળને વસ્ત્રરહિત કરતી રાણીએ તેના મનને વશ કર્યું. કહ્યું છે કે
स्त्री कांतं वीक्ष्य नाभिं प्रकटयति मुहुर्विक्षिपंति कटाक्षान् दोर्मूलं दर्शयन्ती रचयति कुसुमापीडमुत्क्षिप्तपाणिः । रोमांचस्वेदज़ुभान् श्रयति कुचतटं स्रंसिवस्त्रं विधत्ते, सोल्लंठं वक्ति नीवीं शिथिलयति दशत्योष्ठमंगं भनक्ति ॥
કામવશ થયેલી સ્ત્રી પોતાના પ્રિયપુરુષને જોઈ વારંવાર નાભિ બતાવે છે, કટાક્ષો ફેંકે છે, હાથના મૂળ બતાવે છે, હાથ ઊંચા કરી કામદેવને ઉત્પન્ન કરે છે, રોમાંચ, સ્વેદ અને બગાસાં ઘારણ કરે છે, જેના ઉપરથી વસ્ત્ર ખસી જાય છે એવા સ્તનોને દેખાડે છે, ઘીઠતાપૂર્વક બોલે છે, વસ્ત્રગ્રંથિને શિથિલ કરે છે, ઓષ્ઠને ડસે છે અને અંગને ભાંગે છે, અર્થાત્ આળસ મરડે છે.” •
તેનું તેવું સ્વરૂપ જોઈ કામથી ઊછળતા અંગવાળો લલિતાંગ તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. વિષયથી ચેતના હસઈ ક્વાથી તેણે નિઃશંકપણે તેની સાથે