________________
૨૭૪
ઉપદેશમાળા
હર્ષિત થવું–આટલા રતિના પ્રકારો ઉત્તમ સાધુઓને હોતા નથી; અર્થાત સાઘુઓએ તેવી રતિ કરવી નહીં.” હવે અરતિકાર કહે છે–
उव्वेवओ अ अरणा-मओ अ अरमंतिया य अरई य।
कलमलओ अणेगग्गया य कत्तो सुविहियाणं ॥३१८॥ અર્થ–“સુવિહિત સાધુઓને ઉગ (ઘર્મસમાધિથી ચલિત થવું), પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મનનું અતિશય જવું, ઘર્મમાં મનનું અરમણપણું (વિમુખપણું), અરતિ (અત્યંત ચિત્તનો ઉદ્વેગ), ક્લમલ એટલે વિષયોમાં મનની વ્યાકુલતા (વ્યગ્રતા), તથા અનેકાગ્રતા એટલે મનમાં સંબંઘ વિનાના વિચાર કરવા કે હું અમુક ખાઈશ, અમુક પીશ, અમુક પહેરીશ વગેરે–એ સર્વે મનના સંકલ્પો અરતિના હેતુ હોવાથી સુવિહિત સાધુઓને ક્યાંથી હોય? અર્થાત્ ન હોય.” હવે શોકદાર કહે છે–
सोगं संतावं अधिई, च मन्नु च वेमणस्सं च । . .
कारुन रुन्नभावं, न साहुधम्मम्मि इच्छति ॥३१९॥". અર્થ–“પોતાના સંબંધીના મરણથી શોક કરવો, સંતાપ (અત્યંત ઉચાટ કરવો), અવૃતિ (અરે! હું શી રીતે આવા ગામને અથવા આવા ઉપાશ્રયને છોડી શકીશ? એમ વિચારવું), મન્યુ (ઇન્દ્રિયોનો રોઘ અથવા વિકલતા), વૈમનસ્ય (ચિત્તની વિક્લતા એટલે શોક વડે આત્મઘાતનો વિચાર કરવો), કારુણ્ય (થોડું રુદન કરવું), તથા અન્નભાવ (મોટેથી રુદન કરવું)-આ સર્વે શોકના ભેદોમાંથી એક પણ પ્રકારને સાઘુઓ ઇચ્છતા નથી કરતા નથી.” હવે ભયકાર કહે છે
भय संखोह विसाओ, मग्गविभेओ विभीसियाओ अ।
परमग्गदसणाणि य, दढधम्माणं कओ हुंति ॥३२०॥ અર્થ–બબીકણપણાથી અકસ્માત્ ભય પામવો, સંક્ષોભ એટલે ચોરાદિને જોઈને નાસી જવું. વિષાદ (દીનતા), માર્ગવિભેદ (માર્ગમાં સિંહાદિકને જોઈને ત્રાસ પામવો), વિભીષિકા એટલે વેતાલ-ભૂત વગેરેથી ત્રાસ પામવો (આ બે પ્રકાર જિનકલ્પીને માટે જ જાણવા), તથા ભયથી અથવા સ્વાર્થથી પરતીર્થિકના માર્ગની પ્રરૂપણા કરવી અને અઘર્મનો માર્ગ દેખાડવો–આ સર્વે ભયના પ્રકારો દ્રઢ ઘર્મવાળા સાઘુઓને ક્યાંથી હોય? ન જ હોય.” હવે જુગુપ્સા દ્વાર કહે છે
कुछा चिलीणमलसंकडेसु, उव्वेवओ अणिढेसु ।
चक्खुनियत्तणम-सुभेसु नत्थि दव्वेसु दंतांणं ॥३२१॥ અર્થ–“અપવિત્ર મલ વડે ભરેલા એવા મૃત લેવરોમાં કુત્સા (જુગુપ્સા), અનિષ્ટ એવા મલિન દેહ અને વસ્ત્રાદિકમાં ઉગ તથા અશુભ એટલે જેનું