________________
ત્રણ ગારવ
૨૭૫
કીડાઓએ ભક્ષણ કર્યું હોય એવા કૂતરા વગેરે પદાર્થોને જોઈને નેત્રોને પાછાં વાળવાં—એ સર્વ જુગુપ્સાના પ્રકાર દાંત એટલે સાધુઓને હોતા નથી.”
एवं पि नाम नाऊण-मुज्झियव्वं ति नूण जीवस्स । फेडेऊण न तीरइ, अइबलिओ कम्मसंघाओ ॥ ३२२ ॥ અર્થ—“નામ (પ્રસિદ્ધ) એટલે જિનભાષિત એવા તે પૂર્વે કહેલા કષાયાદિને જાણીને પણ નિશ્ચે શું જીવને મૂઢ થવું યોગ્ય છે? અર્થાત્ યોગ્ય નથી. (ત્યારે શા માટે જીવ મૂઢ થતો હશે? તેનો જવાબ આપે છે કે) તો પણ જીવ તે કષાયને દૂર કરવા શક્તિમાન થતો નથી, કેમકે કર્મસંઘાત (આઠ કર્મના સમુદાય) અતિ બળવાન છે; જેથી તે કર્મને પરાધીન થયેલો આ જીવ અકાર્યની સન્મુખ થાય છે, અકાર્ય કરવા તત્પર થાય છે.”
जह जह बहुस्सुओ-सम्मओ अ सीसगणसंपरिवुडो अ ।
વિનિચ્છિકો.ગ સમણુ, તત્ત તદ્દ સિદ્ધૃતપડિળીઓ ૫૩૨૩।। અર્થ—“જેમ જેમ બહુશ્રુત (ઘણું શ્રુત જેણે સાંભળ્યું છે એવો અથવા જેણે ઘણા શ્રુતનો અભ્યાસ કર્યો છે એવો) થયો, તથા ઘણા (અજ્ઞાની) લોકોને સંમત (ઇષ્ટ) થયો; વળી શિષ્યના સમૂહ વડે (ઘણા પરિવારવડે) પરિવૃત્ત થયો, તો પણ જો તે સમય (સિદ્ધાંત)માં અવિનિશ્ચિત (રહસ્યજ્ઞાન રહિત) એટલે અનુભવરહિત હોય તો તેને સિદ્ધાંતનો પ્રત્યનીક (શત્રુ) જાણવો; અર્થાત્ તત્ત્વને જાણનાર થોડા શ્રુતવાળો હોય તો પણ તે મોક્ષમાર્ગનો આરાધક છે, પણ બહુશ્રુત છતાં તત્ત્વનો જાણ ન હોય તો તે મોક્ષમાર્ગનો આરાઘક નથી પણ વિરાધક છે, એમ જાણવું.” હવે ઋદ્ધિગારવ વિષે કહે છે—
पवराई वत्थपाया - सणोवगरणाई एस विभवो मे । અવિ ય મહાનળનેયા, ગહંતિ ગહ ડ્ડિરવિંગો રૂ૨૪ના અર્થ—“આ પ્રવર (પ્રધાન) એવાં વસ્ત્રો, પાત્રો, આસનો અને ઉપકરણો વગેરે મારો વૈભવ છે. (વિ ય ફરી અથવા સમુચ્ચયના અર્થમાં છે.) વળી હું મહાજન એટલે પ્રઘાનજનોમાં નેતા (નાયક) છું, મહાજનનો આગેવાન છું એમ વિચારનાર ઋદ્ધિગારવવાળો કહેવાય છે, અથવા અપ્રાસ (નહીં પ્રાપ્ત થયેલી) ઋદ્ધિની વાંછા કરનાર પણ ઋદ્ધિગારવવાળો કહેવાય છે.”
હવે ૨સગારવ વિષે કહે છે
अरसं विरसं लुहं जहोववन्नं च निच्छए भोतुं । निद्वाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धो ॥ ३२५॥ અર્થ—“રસગારવમાં ગૃન્દ્ર (લોલુપ) થયેલો સાથે ભિક્ષાને માટે ફરતાં જેવો