________________
૨૭૬
ઉપદેશમાળા
પ્રાપ્ત થયો તેવો અ૨સ (રસ રહિત), વિરસ (જીર્ણ થયેલો) અને વાલ વંગેરે રૂક્ષ (લૂખો) આહાર ખાવાને ઇચ્છતો નથી; અને સ્નિગ્ધ (સ્નેહવાળા, ઘણા ઘીવાળા) તથા પેશલ (પુષ્ટિ કરનારા) આહારને માગે છે-ઇચ્છે છે તેવા સાધુને રસગારવ એટલે જિલ્લાના રસના ગારવમાં ગૃદ્ધ જાણવો. આ ૨સગારવનું સ્વરૂપ જાણવું.” હવે સાતાગારવ વિષે કહે છે—
सुस्सूसई सरीरं, सयणासणवाहणापसंगपरो । सायागारवगुरुओ, दुक्खस्स न देइ अप्पाणं ॥ ३२६ ॥ અર્થ—પોતાના દેહની શુશ્રુષા (સ્નાનાદિ વડે શોભા) કરનાર તથા કોમળ શયન (શય્યા) અને આસન (પાદપીઠ) વગેરેની કારણ વિના વાહનાની (ભોગવવાની) આસક્તિમાં તત્પર એવો સાતાગારવવડે ગુરુ (ભારે) થયેલો સાધુ પોતાના આત્માને દુઃખ આપતો નથી, એટલે દુઃખ દેતો નથી.'' તે સાતાગારવ જાણવો. હવે ઇન્દ્રિયદ્વાર વિષે કહે છે–
तवकुलछायाभंसो, पंडिच्चफंसणा अणिट्ठो । વલળાભિ રળમુદ્દાળિ ય, વિયવસના અનુવંતિ ૫રૂ૨૭ના અર્થ—“બાર પ્રકારનું તપ, કુળ તે પિતૃપક્ષ અને છાયા તે પોતાના શરીરની શોભા એ ત્રણેનો ભ્રંશ (નાશ), પાંડિત્ય-ફંસણા (ચાતુર્યની મલિનતા), અનિષ્ટ પથ (મહા સંસારમાર્ગ)ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ, મરણ વગેરે વ્યસનો (કષ્ટો) તથા રણમુખ એટલે સંગ્રામના મોખરે રહેવું–એટલા પદાર્થોને ઇન્દ્રિયને વશ થયેલા પુરુષો અનુભવે છે.”
सहेसु न रंजिज्जा, रूवं दठ्ठे पुणो न इक्खिजा ।
9
गंधे रसे अ फासे अमुच्छिओ उजमित्र मुणी ॥ ३२८ ॥ અર્થ—“ગંઘમાં (કર્પૂરાદિક સુગંધી દ્રવ્યમાં), રસમાં (શર્કરા વગેરે મિષ્ટ પદાર્થોના આસ્વાદમાં) અને સુકોમળ શય્યાદિના સ્પર્શમાં મૂર્છા નહીં પામેલા મુનિએ વીણાના તથા સ્ત્રીના સંગીતના શબ્દોમાં રંજિત (રક્ત) થવું નહીં. તથા રૂપ એટલે સ્ત્રી વગેરેના અવયવની સુંદરતા જોઈને રાગબુદ્ધિથી વારંવાર તેની સન્મુખ જોવું નહીં. પરંતુ ધર્મમાં ઉદ્યમ કરવો.”
निहयाणि हयाणि य, इंदिआणि घाएह णं पयत्तेणं । अहियत्थे निहयाई, हियक पूयणिजाई ॥ ३२९॥ અર્થ—“સાધુઓને ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોમાં રાગદ્વેષ કરવાનો અભાવ હોવાથી તેમની ઇંદ્રિયો નિહત (હણાયેલી) છે, અને તે ઇંદ્રિયોના આકાર કાયમ હોવાથી અને પોતપોતાનાં વિષયોને ગ્રહણ કરતી હોવાથી અહત એટલે નહીં હણાયેલી