________________
૪૫
(૯) બાહુબલીનું દૃષ્ટાંત પરાભવ પામતા અને એક વર્ષ પર્યંત અશન વિના રહેલા બાહુબલી તેવા પ્રકારનો ક્લેશ ન પામત.”
ભાવાર્થ-એક વર્ષ પર્યત આહારરહિત ઉપવાસી રહ્યા છતાં અને અનેક પ્રકારના પરિસહો સહન કર્યા છતાં હું મારા નાના ભાઈઓને વંદન કેમ કરું? એવું અભિમાન હતું ત્યાં સુધી બાહુબલીને કેવળજ્ઞાન ન થયું. અને માન તર્યું કે તરત થયું; માટે અભિમાનવડે ઘર્મ થઈ શકતો નથી.
- બાહુબલીનું વૃષ્ટાંત ભરતચક્રીએ છ ખંડનો વિજય કર્યા પછી પોતાના અઠ્ઠાણું ભાઈઓને બોલાવવા માટે દૂતો મોકલ્યા. દૂતોએ જઈને કહ્યું કે “આપને ભરત રાજા બોલાવે છે, તેથી સઘળા બંઘુઓ એકઠા થઈ વિચાર કરવા લાગ્યા કે “ભરત લોભરૂપ પિશાચથી ગ્રસ્ત થઈ મત્ત બનેલો છે. તેણે છ ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું છે છતાં તેના લોભની તૃષ્ણા શાંત થતી નથી. અહો કેવી લોભાંઘતા! કહ્યું છે કે
लोभमूलानि पापानि, रसमूलानि व्याधयः । - દમૂનિ સુવાનિ, ત્રીજ ત્યવસ્વી મુવી ભવ | "
લોભ પાપનું મૂળ છે, રસ (સ્વાદ) વ્યાધિનું મૂળ છે, અને સ્નેહ દુઃખનું મૂળ છે, માટે એ ત્રણે વાનાંને ત્યજીને સુખી થાઓ.” વળી કહ્યું છે કે• भोगा न भुक्ता वयमेव भुक्तास्तपो न तप्तं वयमेव तप्ता ।
કાજો ન વાતો વયમેવ યાતસ્કૃષ્પ ન નીí વયમેવ ની II - “અમે ભોગ ભોગવ્યા નહીં પણ અમે જાતે ભોગવાયા, અમે તપ કર્યું નહીં પણ અમે તત થયા, કાળ ગયો નહીં પણ અમે ગયા અર્થાત અમારી વય ગઈ, અને તૃષ્ણા જીર્ણ થઈ નહીં પણ અમે જીર્ણ થયા અર્થાત્ અમારી વય જીર્ણ થઈ.”
એટલા માટે બલાત્કારથી પણ તે આપણું રાજ્ય ગ્રહણ કરશે અને આપણે એની સેવા કરવી પડશે; માટે તેની સેવા કરવી કે નહીં?” આ પ્રકારના વિચારને અંતે તેની સેવા કરવી નહીં એવું દરેક ભાઈએ કબૂલ કર્યું. પછી બઘા ભાઈઓ શ્રી ઋષભસ્વામી પાસે પોતાનું વૃત્તાંત નિવેદન કરવા ગયા. પ્રભુને વંદન કરી હાથ જોડીને વિજ્ઞાપના કરી કે “હે પ્રભુ! ભરત મત્ત થયો છે અને તે અમારું રાજ્ય ગ્રહણ કરવા ઉઘુક્ત થયો છે; માટે અમારે ક્યાં જવું? અમે તો આપે આપેલા એક એક દેશના રાજ્યથી પણ સંતુષ્ટ છીએ, અને ભરત તો છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ સંતુષ્ટ થતો નથી.” એવાં તેમનાં વચન સાંભળીને પ્રભુ બોલ્યા કે
હે પુત્રો! પરિણામે નરકગતિને આપનારી એ રાજ્યલક્ષ્મીથી શું વિશેષ છે? આ જીવે અનંતીવાર રાજ્યલક્ષ્મી અનુભવેલી છે, તોપણ આ જીવ તૃત થયેલો