________________
અગીતાર્થનાં લક્ષણ
૨૯૫
જે વિધિસ્વરૂપ સિદ્ધાંતમાં કહેલું છે તે પણ જાણતો નથી તથા કાળ (કાળનું સ્વરૂપ) પણ જાણતો નથી, તેમજ સુભિક્ષ (સુકાળ) અને દુર્ભિક્ષ (દુષ્કાળ) માં જે વસ્તુ કલ્પ્ય કે અકલ્પ્ય કહેલ છે તે પણ અગીતાર્થ જાણતો નથી.”
भावे हट्ठगिलाणं, न वि जाणइ गाढऽगाढकप्पं च । सहुअसहुपुरिसं तु, वत्थुमवत्थं च नवि जाणइ ॥ ४०३ ॥ અર્થ—“ભાવમાં (ભાવદ્વારમાં) આ હૃષ્ટ (નીરોગી) છે, માટે તેને આ વસ્તુ દેવા યોગ્ય છે; અને આ ગ્લાન (રોગી) છે, માટે તેને આ વસ્તુ જ દેવા યોગ્ય છે, તે જાણતો નથી; તથા ગાઢાગાઢ કલ્પ એટલે ગાઢ (મોટા) કાર્યમાં અમુક કરવા યોગ્ય છે અને અગાઢ (સ્વાભાવિક) કાર્યમાં અમુક જ કરવા લાયક છે, તે પણ જાણતો નથી; વળી સમર્થ શરીરવાળા અને અસમર્થ શરીરવાળા પુરુષને પણ જાણતો નથી; તથા વસ્તુ એટલે આચાર્યાદિના સ્વરૂપને અને અવસ્તુ એટલે સામાન્ય સાધુના સ્વરૂપને પણ જાણતો નથી.’’
पडिसेवणा चउद्धा, आउट्टिप्पमायदप्पकप्पेसु ।
न वि जाणइ अग्गीओ, पच्छित्तं चैव जं तत्थ ॥ ४०४ ॥ અર્થ—“પ્રતિસેવના (નિષિદ્ધ વસ્તુનું આચરણ) ચાર પ્રકારે હોય છે. (૧) પાપ જાણીને કરવું, (૨) પાપ પ્રમાદ (નિદ્રાદિક) વડે કરવું, (૩) પાપ દર્પ વડે એટલે ઘાવન વલ્ગનાદિક વડે કરવું, (૪) પાપ કારણને લઈને કરવું. એ ચાર પ્રકારના પાપને અગીતાર્થ (સિદ્ધાન્તના રહસ્યનો અજાણ) જાણતો નથી. વળી નિશ્ચે આલોચનાદિક જે પ્રાયશ્ચિત્ત, તે કેવી જાતની પ્રતિસેવનામાં કેવી જાતનું આપવું તે પણ અગીતાર્થ જાણતો નથી.
जह नाम कोइ पुरिसो, नयणविहूणो अदेसकुसलो य । कंताराडविभीमे, मग्गपणट्ठस्स સત્ય ૪૦૧||
'
इच्छय देसियत्तं, किं सो उ समत्थ देसियत्तस्स । दुग्गाइ अयाणंतो, नयणविहूणो कहं देसे ॥४०६ ॥ અર્થ—“જેમ (નામ-પ્રસિદ્ધિ માટે અવ્યય) નયનરહિત (અંધ) અને અદેશકુશળ એટલે માર્ગના જ્ઞાનમાં અકુશળ એવો કોઈ પુરુષ ભીમ કાંતાર અટવીમાં એટલે ભયંકર વિષમ અટવીમાં માર્ગથી ભ્રષ્ટ થયેલા (ભૂલા પડેલા) સાર્થને (જન સમુદાયને) માર્ગ બતાવવા ઇચ્છે કે હું તેઓને માર્ગ બતાવું, પણ શું તે અંધ પુરુષ માર્ગ બતાવવામાં સમર્થ થાય? ન જ થાય, કેમકે દુર્ગ એટલે રસ્તામાં આવતા વિષમ સ્થાનોને નહીં જાણતો એવો તે નેત્રહીન પુરુષ કેવી રીતે માર્ગ બતાવી શકે ? અર્થાત્ ન જ બતાવી શકે.’’