________________
૧૨૦.
ઉપદેશમા.
“પુષ્પ-ફલાદિનો રસ, મદિરા વગેરેનો સ્વાદ અને સ્ત્રીઓનો વિલાસ, તેને જાણતાં છતાં અર્થાત જાણીને પણ જે વિરમ્યા તે જ દુષ્કરકારક છે, તેને હું નમસ્કાર કરું છું.”
ઇત્યાદિ સ્થલિભદ્રનાં સ્તુતિવચનોથી પ્રતિબોઘ પામેલા રથકારે સ્યુલિભદ્ર મુનિ પાસે જઈને ચારિત્ર લીધું. સ્થૂલિભદ્ર મુનિ પણ અનુક્રમે અર્થસહિત દશ પૂર્વનું અને સૂત્રમાત્રથી બાકીના ચાર પૂર્વનું અધ્યયન કરી, છેલ્લા ચૌદપૂર્વધારી થયા અને ઘણા ભવ્ય જીવોને પ્રતિબોઘ પમાડી, પોતાની નિર્મળ કીર્તિથી આખા જગતને ઉજવલ કરી સર્વ જનોમાં પ્રસિદ્ધિ પામ્યા. આમ એકંદરે ત્રીસ વર્ષ ઘરમાં, ચોવીશ વર્ષ વ્રતમાં અને પિસ્તાળીસ વર્ષ યુગપ્રઘાનપણામાં—એ પ્રમાણે નવામાં વર્ષનું આયુષ્ય ભોગવીને મહાવીર સ્વામીથી બસો પંદરમા વર્ષે સ્વર્ગે ગયા.
એ પ્રમાણે જેમ સ્થૂલિભદ્ર દુર્ધર વ્રતને ઘારણ કરી ચોરાશી ચોવીશી સુધી પોતાનું નામ રાખ્યું તેમ અન્ય મુનિઓએ પણ ગુરુની આજ્ઞાને અનુસરી ગ્રહણ કરેલા વ્રતને પાળીને કીર્તિવંત થવું ઇતિ શ્રી સ્યુલિભદ્ર કથા |
विसयाऽसिपंजरमिव, लोए असिपंजरम्मि तिक्खम्मि।
सीहा व पंजरगया, वसंति तंवपंजरे साहू ॥६०॥ અર્થ–“લોકમાં જેમ તીક્ષ્ણ ખર્ગના પાંજરાથી ભય પામેલ સિંહ કાષ્ઠના પાંજરામાં વસે છે તેમ વિષયરૂપ ખડ્રગના પાંજરાથી ભય પામેલા મુનિઓ તારૂપ પાંજરામાં વસે છે, અર્થાત્ બાર પ્રકારનો તપ આચરે છે.”
ભાવાર્થ-વિષય પાંચ ઇંદ્રિયોના શબ્દાદિ જાણવા. તે રૂપી પાંજરાથી અથવા તેના તુલ્ય જે સ્ત્રીલોક તેથી ભય પામેલા મુનિઓ સંસાર તજી ચારિત્ર અંગીકાર કરીને બાહ્ય-અત્યંતર તપને આચરે છે, એટલે તારૂપી પાંજરામાં વસે છે.
जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं ।
सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तवस्सी ॥१॥ અર્થ–“જે પ્રાણી આત્માન કરે છે અર્થાતુ પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુના વચનને, ઉપદેશને, આજ્ઞાને અંગીકાર કરતો નથી તે પ્રાણી પાછળથી એવો શોક કરે છે કે જેવો ઉપકોશાના ઘરે ગયેલા તપસ્વી મુનિએ કર્યો હતો.
ભાવાર્થ—અહીં જે ગુરુના વચનને અપ્રમાણ કરે છે એમ કહ્યું છે ત્યાં જે ગુરુના ઉપદેશને માનતો નથી' એવો અર્થ પણ થાય છે.
સ્થૂલિભદ્ર મુનિની ઈર્ષાથી કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘરે ગયેલા સિંહગુફાવાસી મુનિ જે ચાતુર્માસમાં ચાર માસના ઉપવાસ કરીને સિંહની ગુફાને મુખે કાયોત્સર્ગે રહ્યા હતા, તેમનું વ્રત અહીં જાણવું