________________
૧૨૧
(૨૧) સિંહગુફાવાસી મુનિનું દૃષ્ટાંત
સિંહગુફાવાસી મુનિનું વૃષ્ટાંત એક દિવસ પાટલીપુત્રમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થૂલિભદ્રની ઈર્ષા કરી બીજું ચાતુર્માસ કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘેર કરવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ અયોગ્યતા જાણી આજ્ઞા આપી નહીં. ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ! ત્યાં તમારું ચારિત્ર રહેશે નહીં. એ પ્રમાણે ગુરુએ વાર્યા છતાં પણ તેમણે ત્યાં જઈ ચાતુર્માસ નિવાસને માટે યાચના કરી અને કહ્યું કે જેવું સ્થૂલિભદ્રને રહેવા આપ્યું હતું તેવું સ્થાન મને રહેવા આપો.” તેણે તે આપ્યું. પાછળથી ઉપકોશાએ જાણ્યું કે આ મુનિ યૂલિભદ્રની ઈર્ષ્યા કરીને અહીં આવ્યા છે.” એટલે તેણે વિચાર્યું કે હું એને સ્થૂલિભદ્રના ગુણની ઈર્ષા કર્યાનું ફલ બતાવું.”
પછી તેણે રાત્રિએ બઘા અલંકારો ઘારણ કરી, કામદેવને જેણે સજીવન કર્યો છે, જેનાં પધલોચન પ્રફુલ્લિત થયાં છે, જેનાં મણિજડિત નુપૂરો રણકાર કરે છે, જેણે કટિતટમાં શબ્દ કરતી મેખલા ઘારણ કરી છે, જે મુખમાં તાંબૂલ ચાવી રહી છે, મઘુર સ્વરથી જેણે કોકિલના સ્વરને પણ જીતી લીઘો છે એવી તે ઉપકોશા હાવભાવ બતાવતી મુનિ આગળ આવી. કટાક્ષ નાંખતી અને અંગોપાંગને મરડતી એવી તે મૃગલોચનાને જોઈ મુનિનું મન સુસ્થિર હતું છતાં પણ પરવશ થઈ ગયું. અહો! કામવિકાર ખરેખર દુર્જય છે. કહ્યું છે કે- વિવાતિ વાવશિષ્ઠ, હતિ શુરિ પંડિત વિલંવતિ |
अधरयति धीरपुरुषं, क्षणेन मकरध्वजो देवः ॥ - “કામદેવ ક્ષણમાત્રમાં કલાકુશલને વિકલ બનાવે છે, પવિત્રને હસી કાઢે છે, પંડિતને વિટંબણા પમાડે છે અને વીર પુરુષને પણ અશૈર્યવાન બનાવી દે છે.”
વળી કહ્યું છે કેमत्तेभकुम्भदलने भुवि संति शूराः, केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः । किंतु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य, कंदर्पदर्पदलने विरला मनुष्याः ॥
“આ પૃથ્વી ઉપર મદોન્મત્ત ગજેન્દ્રના કુંભસ્થલને દળી નાંખવામાં શક્તિવાન શુરવીર એવા મનુષ્યો પણ હોય છે, તેમજ પ્રચંડ કેસરીસિંહનો વઘ કરવામાં કુશલ એવા મનુષ્ય પણ હોય છે; પરંતુ એવા બળવાનોની આગળ હું આગ્રહપૂર્વક કહું છું કે કામદેવના ગર્વને તોડનાર એવા મનુષ્યો તો વિરલા જ હોય છે.” - પછી તે સિંહગુફાવાસી મુનિએ કામથી પરવશ બનીને ઉપકોશા પાસે
ભોગની પ્રાર્થના કરી. ત્યારે તેણે કહ્યું કે “અમે નિર્ધનનો આદર કરતા નથી, માટે પ્રથમ ઘન લાવો અને પછી ઇચ્છા મુજબ વત.” એ પ્રમાણે સાંભળી ઘન મેળવવાના ઉપાય સંબંધી ચિંતન કરતાં તેને યાદ આવ્યું કે ઉત્તર દિશામાં નેપાળ