________________
પપ
(૭) સનતકુમાર ચદીનું વ્રત
कस्तूरी पृषतां रदाः करटिनां कृत्तिः पशूनां पयो । धेनूनां छदमंडलानि शिखिनां रोमाण्यवीनामपि ॥ पुच्छस्नायुवशाविषाणनखस्वेदादि किं किं च न ।
स्यात् कस्याप्युपकारि मर्त्यवपुषो नामुष्य किंचित्पुनः॥ મૃગોની કસ્તુરી, હાથીઓના દાંત, પશુઓનું ચર્મ, ગાયોનું દૂઘ, મયૂરનાં પીંછા, ઘેટાનાં વાળ અને અન્ય પશુઓના પુચ્છ, સ્નાયુ, ચરબી, શીંગડા, નખ, સ્વેદ આદિ કાંઈ ને કાંઈ કોઈને પણ ઉપયોગમાં આવે છે; પરંતુ મનુષ્યના શરીરનું તો કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.” છે એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલ રાજાએ રાજ્યલક્ષ્મી તજી દઈને સંયમલક્ષ્મી ગ્રહણ કરી. જેમ ભુજંગ કાંચળીનો ત્યાગ કરી પાછું જોતો નથી તેમ તેણે પોતાની પાછળ આવતી સમૃદ્ધિ તરફ દ્રષ્ટિ પણ કરી નહીં સ્ત્રીરત્ન સુનંદા આદિ પોતાની સ્ત્રીઓના વિલાપ સાંભળતાં છતાં તે જરા પણ ડગ્યો નહીં. છ માસ સુધી નિધિઓ, રત્નો અને સેવકો તેની પાછળ ફર્યા, પરંતુ તેણે તેમના તરફ જોયું પણ નહીં. સનતકુમાર મુનિ દીક્ષા લીધા પછી બબે ઉપવાસને અંતે પારણું કરવા લાગ્યા, અને પારણે પણ નીવિ કે આચાલ્લાદિ (આંબિલ આદિ) તપ કરવા લાગ્યા. એ પ્રમાણે વિગઈના ત્યાગી, ઘર્મના અનુરાગી અને રોગથી ભરેલી કાયાવાળા તે મુનિ માયારહિતપણે ભૂમિ ઉપર વિહાર કરે છે.
એ અવસરે સૌઘર્મેન્દ્ર ફરીથી સભામાં તેની પ્રશંસા કરી કે “અહો! આ સનકુમાર મુનિને ઘન્ય છે કે જે મોટા રોગથી પીડિત શરીરવાળા છતાં પણ ઔષધ આદિની કિંચિત પણ સ્પૃહા કરતા નથી.’ એવાં ઇંદ્રનાં વચન સાંભળી તેને નહીં શ્રદ્ધનારા બે દેવો બ્રાહ્મણનું રૂપ ધારણ કરી સનકુમાર મુનિની પાસે આવ્યા અને બોલ્યા કે “હે મુનિ! તમારું શરીર રોગથી જીર્ણ થયેલું છે અને ઘણું પીડાતું જણાય છે. અમે વૈદ્ય છીએ. જો તમારી આજ્ઞા હોય તો અમે તેનો ઉપાય કરીએ.” મુનિએ કહ્યું કે આ અનિત્ય શરીર માટે ઉપાય શો કરવો? તમારામાં શરીરના રોગને દૂર કરવાની શક્તિ છે પણ કર્મના રોગને દૂર કરવાની શક્તિ નથી. દેહરોગ દૂર કરવાની શક્તિ તો મારામાં પણ છે.” એટલું કહી આંગળીને ઘૂંક લગાડ્યું તો તે સોના જેવી થઈ ગઈ. પછી કહ્યું કે “મારામાં આવી શક્તિ તો છે, પરંતુ તેથી સિદ્ધિ શી? જ્યાં સુધી કર્મરોગનો ક્ષય થતો નથી ત્યાં સુધી દેહરોગના નાશથી શું? તેથી મારે રોગનો પ્રતિકાર કરવા સાથે કોઈ પણ પ્રયોજન નથી.” બન્ને દેવો આશ્ચર્ય “પાગ્યા અને તેમને વાંદી પોતાનું સ્વરૂપ પ્રગટ કરી સ્વર્ગમાં ગયા. છે. સનસ્કુમાર મુનિ પણ સાતસો વર્ષ સુઘી રોગોને સહન કરી એક લાખ વર્ષ પર્યત નિર્દોષ ચારિત્ર પાળીને એકાવતારીપણે ત્રીજે સ્વર્ગે ઉત્પન્ન થયા. ત્યાંથી