________________
૫૪
ઉપદેશમાળા
કે ‘હે દેવ ! આપના દર્શનનું કૌતુક જેવું અમે સાંભળ્યું હતું તેવું જ અમે જોયું.' એ પ્રમાણે તે બ્રાહ્મણોનું વચન સાંભળી ચક્રી બોલ્યા કે “અરે ! હમણાં આ સ્થિતિમાં મારું રૂપ તમે શું જુઓ છો? સ્નાન કર્યા પછી જ્યારે હું ઉત્તમ વસ્ત્રો પહેરું, અલંકારો ધારણ કરું, મારા મસ્તક ઉપર છત્ર ઘરાય, ચામર ઢોળાય અને બત્રીશ હજાર રાજાઓ મારી સેવા કરે ત્યારે મારું રૂપ જોવા જેવું છે.’’ એ પ્રમાણે ચક્રીનું વચન સાંભળીને તે બન્ને દેવોએ ચિંતવ્યું કે ઉત્તમ પુરુષને પોતાની પ્રશંસા પોતાના મુખે કરવી ઘટતી નથી. કહ્યું છે કે—
न सौख्यसौभाग्यकरा नृणां गुणाः स्वयंगृहीता युवतीकूचा इव परैर्गृहीता द्वितयं वितन्वते न तेन गृह्णन्ति निजं गुणं बुधाः ॥ “યુવતી જો પોતાના સ્તનને પોતાના હાથે ગ્રહણ કરે તો તે જેમ તે સૌભાગ્ય અને સુખના કરવાવાળા થતાં નથી, તેમ પોતાના મુખથી વર્ણવાત પોતાના ગુણો મનુષ્યોને સૌભાગ્ય ને સુખ આપનારા થતાં નથી; પણ તે જ ગુણ સ્ત્રીના સ્તનની જેમ બીજાઓથી ગ્રહાતાં-વર્ણવાતાં સૌભાગ્ય અને સુખ બન્ને આ છે. તેથી જ ડાહ્યા પુરુષો પોતાના ગુણોની. પ્રશંસા પોતાના મુખે કરતા નથી.”
પછી ચક્રવર્તીનું વચન માન્ય કરી તે બન્ને વિપ્રો ત્યાંથી ચાલ્યા ગયા, અ જ્યારે ચક્રી સભામાં બિરાજમાન થયા ત્યારે ત્યાં આવ્યા. તે વખતે ચક્રીના રૂપ જોઈને તેઓ ખિન્ન થયા. ચક્રીએ પૂછ્યું કે તમને ખેદ થવાનું શું કારણ છે ?’ તેઅં બોલ્યા કે ‘સંસારનું વિચિત્રપણું અમારા ખેઠનું કારણ છે.’ ચક્રીએ પૂછ્યું કે ‘કેવ. રીતે ?’ તેઓએ કહ્યું કે ‘અમે પહેલાં આપનું જે રૂપ જોયું હતું તેના કરતાં આ વખતે અનંતગુણહીન છે.' ચક્રીએ કહ્યું કે ‘તમે તે શી રીતે જાણ્યું ?' તેઓએ કહ્યું કે ‘અવધિજ્ઞાનથી.’ ચક્રીએ કહ્યું કે ‘તેનું પ્રમાણ શું?’ તેઓએ કહ્યું કે ‘હે ચક્રી! મુખમાં રહેલ તાંબૂલનો રસ ભૂમિ ઉપર થૂંકીને જુઓ. તેની ઉપર જે મક્ષિકા બેસે તે મૃત્યુવશ થાય છે? આ અનુમાનથી તમે જાણજો કે તમારું શરીર વિષરૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં સાત મોટા રોગો ઉત્પન્ન થઈ ગયા છે.' આ પ્રમાણે દેવતાઓનાં વચન સાંભળીને ચક્રી વિચાર કરવા લાગ્યા કે “અહો! આ દેહ અનિત્ય છે, આ અસાર દેહમાં કાંઈ પણ સાર નથી. કહ્યું છે કે—
इदं शरीरं परिणामदुर्बलं, पतत्यवश्यं श्लथसंधिजर्जरं । किमौषधैः क्लिश्यसि मूढ दुर्मते ! निरामयं धर्मरसायणं पिब ||
w
‘આ શરીર પરિણામે દુર્બલ છે, તેથી તેના સાંધા શિથિલ થવાથી જર્જરિત થઈને તે અવશ્ય પડે છે; માટે હે મૂઢ ! હે દુર્મતિ ! તું ઔષધો કરવા વડે શા માટે ક્લેશ પામે છે? સર્વ રોગથી નિવૃત્ત કરનાર ધર્મરસાયનનું જ પાન કર.' વળી