________________
પ૩
. साहुजणार
(૭) સનત્કુમાર ચકીનું દ્રષ્ટાંત
અર્થ–“ગુરુના ઉપદેશને અયોગ્ય, પોતાની મતિના વિકલ્પથી વિચાર કરવાવાળો અને સ્વતંત્ર અતિપૂર્વક ચેષ્ટા કરવાવાળો પ્રાણી પરલોકનું હિત શી રીતે કરે? અર્થાત્ ન કરે.”
ભાવાર્થ–ભારેકર્મી જીવ ગુરુના ઉપદેશને અયોગ્ય સમજે છે. તેવો સ્વેચ્છાચારી પ્રાણી પોતાની બુદ્ધિમાત્રથી આ સ્થળ ને આ સુક્ષ્મ ઇત્યાદિક વિચારો કરે છે, તેવો મનુષ્ય પરલોકનું હિત કરી શકતો નથી.
थद्धो निरोवयारी, अविणीओ गविओ निरुवणामो ।
साहुजणस्स गरहिओ, जणे वि वयणिजयं लहइ ॥२७॥ ' અર્થ–સ્તબ્ધ, નિરુપકારી, અવિનીત, ગર્વિત અને કોઈને નહીં નમવાવાળો એવો પુરુષ સાઘુજનથી નિંદાય છે અને લોકમાં પણ હીલનાને પામે છે.”
ભાવાર્થસ્તબ્ધ તે અભિમાની, અક્કડ રહેનારો, કોઈને નહીં નમનાર; નિરુપકારી તે કોઈના કરેલા ઉપકારને નહીં જાણવાવાળો, કતબ, અવિનીત તે આસન આપવા વગેરે વડે વડીલનો વિનય નહીં કરનારો; ગર્વિત તે પોતાના ગુણો પ્રગટ કરવામાં ઉત્સુક, નિરુપનામ તે ગુરુને પણ નમસ્કાર નહીં કરવાવાળો–એવા પુરુષની સાધુજનો પણ ગર્તા કરે છે અને લોકો પણ આ દુષ્ટ આચારવાળો છે' એમ કહી તેને નિદે છે, તેથી વિનીત જ શ્લાઘાને પામે છે એમ સમજવું. . થઇ વિરપુરિલા, પાંડુગારવ્ર વેદ યુતિ ! | હે હરિહાળી, ને વિર હિ રે વારતા
અર્થ-બકોઈ સટુરુષો (સુલભબોધીઓ) થોડા નિમિત્ત માત્ર કરીને પણ સનત્કુમાર ચક્રીની જેમ બોઘ પામે છે. “દેહને વિષે ક્ષણમાત્રમાં પણ રૂ૫ની હાનિ થઈ ગઈ છે એમ દેવતાએ તેને (સનકુમારને) કહ્યું અને તેટલું વચનમાત્ર જ તેને બોથનું કારણ થયું, એમ સાંભળીએ છીએ.”
આ સનકુમાર ચક્રીનું વૃષ્ટાંત ' હસ્તિનાપુર નગરમાં સનતકુમાર નામે ચક્રવર્તી રાજા હતો. તે અતિ રૂપવાન હતો અને છ ખંડનું રાજ્ય કરતો હતો. એક દિવસ ઈદ્ર સભામાં સનત્કુમારના રૂપ સંબંધી એવું વિવેચન કર્યું કે “પૃથ્વી ઉપર તેના જેવો રૂપવાન કોઈ નથી.” બે દેવોએ ઇંદ્રનું કહેલું વચન કબૂલ કર્યું નહીં. તેથી તેઓ કુતુહલથી બ્રિજનું રૂપ ઘારણ કરીને હસ્તિનાપુર આવ્યા. તે વખતે સ્નાન કરવાનો સમય હોવાથી તેઓએ સનતું કુમારને નાહવાને આસને બેઠેલો, આભૂષણરહિત અને સુગંધી તેલથી મર્દન કરાતો જોયો; તેના રૂપથી મોહિત થઈને તેઓ વારંવાર મસ્તક ધુણાવવા લાગ્યા. ત્યારે સનકુમારે તેમને પૂછ્યું કે “તમે શિર શા માટે ઘુણાવો છો?” તેઓએ કહ્યું