________________
ગુરુનું સ્વરૂપ
વળી અપ્રતિસ્ત્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા, બહુ નહીં બોલનારા, સ્થિર સ્વભાવવાળા અને પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય.”
ભાવાર્થ-આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થકર ગણથરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાનકાળે વર્તતા સમગ્ર શાસ્ત્રના પારગામી હોય અથવા અન્ય લોકની અપેક્ષાએ સર્વથી વિશેષ જ્ઞાનવાન હોય, જેનું વચન મધુર લાગે એવા હોય, અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજા તેના હૃદયને જાણી ન શકે, શૈર્યવાળા, સંતોષવાળા, નિષ્પકંપ ચિત્તવાળા હોય, ભવ્ય જીવોને ઉપદેશ દેવામાં તત્પર હોય એટલે સદ્ધચનોવડે માર્ગમાં પ્રવર્તાવનારા હોય. ૧૦
નિછિદ્ર શૈલ ભાજનની જેમ અપ્રતિસ્ત્રાવી હોય એટલે છિદ્ર વિનાના પથ્થરના ભાજનમાં નાંખેલું જળ જેમ નીચે ગળે નહીં તેમ કોઈએ કહેલ પોતાનું ગુહ્યરૂપ (ગૂઢ વાતરૂપ) જળ જેના હૃદયમાંથી સ્ત્રવતું નથી અર્થાત્ અન્યની પાસે બીજાનો મર્મ પ્રકાશતા નથી; સૌમ્ય એટલે દેખવા માત્રથી જ આહાદકારી હોય બોલવાથી તો વિશેષ આલ્હાદ કરે તેમાં નવાઈ જ શી! શિષ્યાદિકને માટે વસ્ત્ર પાત્ર પુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તત્પર હોય તે માત્ર ઘર્મવૃદ્ધિને માટે જ, લોલતાથી નહીં; વળી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ને ભાવથી એમ ચાર પ્રકારના અભિગ્રહો કરવાની બુદ્ધિવાળા હોય, કારણ કે અભિગ્રહ પણ તપરૂપ જ છે; વળી બહુબોલા ન હોય, પોતાની પ્રશંસા તો કદી પણ ન કરે; સ્થિર સ્વભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય; પ્રાંત હૃદયવાળા એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળા (શાંતમૂતિ) હોય. આવા ગુરુના ગુણે કરીને શોભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષે કરીને માનવા યોગ્ય જાણવા.૧૧ હવે આચાર્યવડે શાસન પ્રવર્તે છે તે કહે છે
कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । ..आयरिएहिं पवयणं, धारिजइ संपई सयलं ॥१२॥
અર્થ–“કોઈ કાળે જિનવરેંદ્ર માર્ગ (ભવ્ય જીવોને) આપીને અજરામર સ્થાનને પામ્યા છે. સાંપ્રત કાળે એટલે વર્તમાનમાં સકળ પ્રવચન આચાયૌથી ઘારણ કરાય છે અર્થાત્ આચાર્ય ઘારણ કરે છે.”
ભાવાર્થ–કોઈ કાળે એટલે પોતપોતાના આયુષ્યને અંતે તીર્થકર ભગવંતો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ માર્ગ ભવ્ય જીવોને બતાવીને-ઉપદેશીને મોક્ષસ્થાન કે જ્યાં જન્મ-જરા-મૃત્યુ નથી તેને પામ્યા છે. તેમના વિરહમાં સંપ્રતિકાળે ચતુર્વિધ સંઘરૂપ તીર્થ-પ્રવચન અથવા દ્વાદશાંગીરૂપ પ્રવચન આચાર્યોથી જ ઘારણ કરાય છે, અર્થાત્ આચાર્યો જ શાસનની રક્ષા કરે છે તેથી તીર્થકરના વિરહમાં આચાર્ય ભગવંત તેમની સમાન માનનીય પૂજનીય છે. ઇત્યુપદેશઃ