________________
(૫૫) અર્ણિકાપુત્ર સંબંધ
૨૧૭
છું. બીજું હું સાધ્વીનો આણેલો આહાર ગ્રહણ કરું છું. વળી વરસાદ વરસે છે, છતાં પણ તું આહાર લાવીને મને આપે છે, તે શું ઉચિત કરે છે?' ત્યારે પુરૢલાએ કહ્યું કે ‘હે સ્વામી, આ મેઘ અચિત્ત છે.' ગુરુએ કહ્યું કે ‘તે તો કેવલી હોય તે જ જાણે.' ત્યારે પુષ્પચૂલાએ કહ્યું કે ‘સ્વામિન્! આપની કૃપાથી તે જ્ઞાન મને પણ છે.' તે સાંભળીને આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે અરે! મને ધિક્કાર છે કે મેં કેવલીની આશાતના કરી.' આ પ્રમાણે ખેદ કરીને તેમણે મિથ્યા દુષ્કૃત દીધું. પછી પુષ્પચૂલા સાધ્વીએ કહ્યું કે ‘હે સ્વામિન્! તમે શા માટે ખિન્ન થાઓ છો ? તમે પણ ગંગા નદી ઊતરતાં કેવળજ્ઞાન પામી મોક્ષે જશો.’
તે સાંભળીને ગુરુ ગંગાને કાંઠે આવી નાવની અંદર બેઠા. તેટલામાં પૂર્વ ભવનો વૈરી કોઈ દેવ ત્યાં આવીને, જે બાજુ ગુરુ બેઠેલા છે તે ભાગને, જળમાં ડુબાવવા લાગ્યો. ત્યારે ગુરુ નાવના મધ્ય ભાગમાં બેઠા, એટલે આખી નાવ ડૂબવા લાગી. તે જોઈ અનાર્ય લોકોએ જાણ્યું કે ‘અરે ! આ યતિને લીધે બધાનું મરણ થશે'. એમ ચિંતવી તેઓએ ભેગા મળી આચાર્યને ઉપાડીને જળમાં નાંખી દીધા. તે સમયે પેલા દેવે આવીને તેની નીચે ત્રિશુલ ધારણ કર્યું અને તે વડે અર્ણિકાપુત્ર આચાર્યને વીંધી લીધા. તે વખતે પોતાના શરીરમાંથી નીકળતા રુધિરને જોઈ આચાર્ય મનમાં વિચાર કરવા લાગ્યા કે અરેરે ! આ મારા રુધિરથી જળના જીવોની વિરાધના થાય છે.’ એ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં ઘાતી કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. ત્યાં દેવોએ આવી તેનો મહિમા કર્યો. તેથી લોકોએ જાણ્યું કે જે ગંગામાં મરે છે તે મોક્ષે જાય છે.’ પછી તે સ્થાને લોકોએ પ્રયાગ નામના તીર્થની સ્થાપના કરી.
जो अविकलं तवं संजमं च साहू करिञ्ज पच्छा वि । अन्नियसुयव्व सो नियगमट्ठमचिरेण साहेइ ॥ १७१॥ અર્થ—“જો સાધુ અવિકળ એટલે સંપૂર્ણ એવું તપ (બાર પ્રકારનું) અને સંયમ (સર્વ જીવરક્ષારૂપ સત્તર પ્રકારનું) પશ્ચાત્ એટલે વૃદ્ધાવસ્થામાં પણ કરે છે—સાથે છે તે (વૃદ્ધાવસ્થામાં ધર્મ કરનાર) અર્ણિકાપુત્ર આચાર્યની જેમ પોતાના અર્થને એટલે પરલોકના સાધનને અચિર એટલે થોડા કાળમાં પણ સાથે છે.” અર્થાત્ જે યૌવનાવસ્થામાં વિષયાસક્ત હોય છતાં અંતકાળમાં પણ ઘર્મ કરે છે તે આત્માનું હિત સાધી શકે છે. અહીં ઉપરની કથામાં કહેતાં અવશિષ્ટ રહેલો અર્ણિકાપુત્રનો પ્રથમનો સંબંધ જાણી લેવો.
સંબંધ
અર્ણિકાપુત્ર ઉત્તરમથુરા નગરીમાં કેાઈ વ્યાપારીના કામદેવ અને દેવદત્ત નામના બે પુત્રો રહેતા હતા. તે બન્નેને પરસ્પર અતિ ગાઢ મૈત્રી હતી. તેઓ એકદા પોતાના માતા