________________
૨૩
શ્રી ઉપદેશમાળા ગુજરાતી ભાષાંતર પ્રારંભ)
(ટીકાકારનું મંગલાચરણ) नत्वा विभुं सकलकामितदानदक्षम् । शंखेश्वरं जिनवरं जनतासुपक्षम् ।। कुर्वे सुबोधितपदामुपदेशमालाम् ।
વાછાવવો રાક્ષરીખનેન “સકળ ઇચ્છિત દાન આપવામાં કુશલ તથા સુપક્ષને ઉત્પન્ન કરનાર (બતાવનાર) એવા જિનેશ્વર શ્રી શંખેશ્વર પ્રભુને નમસ્કાર કરીને બાળજીવોને બોઘ થઈ શકે એવા (સરલ) ટીપ્પન (ટીકા) વડે સુખે બોઘ થાય તેવા પદવાળી ઉપદેશમાળા કરું છું.”
મૂળ ગાથા ... नमिऊण जिणवरिंदे, इंदनरिंदच्चिए तिलोयगुरू ।
उवएसमाल मिणमो, वुच्छामि गुरूवएसेणं ॥१॥ અર્થ–“દેવેન્દ્રો અને નરેન્દ્રોએ પૂજેલા અને ત્રિલોકના ગુરુ એવા જિનવરેન્દ્રોને નમસ્કાર કરીને તીર્થકર અને ગણઘર આદિ ગુરુઓના ઉપદેશથી હું આ ઉપદેશમાળા કહું છું.” * ભાવાર્થ-આ ગાથામાં પ્રથમ પદમાં શ્રી જિનેશ્વરને નમસ્કાર કરવારૂપ મંગલાચરણ કર્યું છે. બીજા પદમાં શ્રી જિનેશ્વરનાં વિશેષણો કહ્યાં છે. ત્રીજા પદમાં અભિધેય બતાવેલ છે, અને ચોથા પદમાં “અહં' પદના અધ્યાહાર વડે આ ગ્રંથની પોતે શરૂઆત કરે છે એમ બતાવ્યું છે. તેમાં અહં એટલે હું ઘર્મદાસગણિ ક્ષમાશ્રમણ આ ઉપદેશમાળા રચું એમ સમજવું. તે પણ પોતાની બુદ્ધિએ નહીં પણ તીર્થકર ગણથરાદિના ઉપદેશવડે કહું છું. આમ કહેવાવડે ગ્રંથની આસતા બતાવી છે.
બીજી ગાથામાં પણ મંગળાચરણ કરે છે તે આ પ્રમાણે– . जगचूडामणिभूओ, उसभी वीरो तिलोयसिरितिलओ।
एगो लोगाइच्चो, एगो चक्खू तिहुअणस्स ॥२॥ અર્થ–“જગતમાં મુકુટમણિ જેવા શ્રી ઋષભદેવ તથા ત્રિલોકના મસ્તકે તિલક સમાન શ્રી વીરભગવંત છે. તેમાં એક લોકમાં સૂર્ય સમાન છે અને એક ત્રિભુવનના ચકુભૂત છે.”
ભાવાર્થ–આ અવસર્પિણીના ત્રીજા આરાના છેડે ઘર્મના પ્રથમ ઉપદેશક હોવાથી શ્રી ઋષભદેવને જગતના મુકુટમણિ તુલ્ય કહ્યા છે તથા આસન્ન ઉપકારી