________________
૨૪.
ઉપદેશમાળા એવા ચોવીસમા તીર્થંકર શ્રી વીરપરમાત્માને તિલકની ઉપમા આપી છે. તિલકવડે જેમ મુખ શોભે તેમ શ્રી વીરભગવંતથી આ આખું જગત શોભે છે. વળી સકળ માર્ગના દેખાડનારા હોવાથી પ્રથમ તીર્થંકરને આદિત્યની (સૂર્યની) ઉપમા આપી છે, અને જગતજીવોને જ્ઞાનનેત્રના દાતા હોવાથી ચરમ તીર્થકરને ચક્ષુની ઉપમા આપી છે. હવે તે બે પ્રભુનાં ચરિત્રવડે તપ કરવાનો ઉપદેશ આપે છે–
संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाण जिणचंदो । इअ विहरिया निरसणा, जइज एओवमाणेणं ॥३॥
અર્થ–“ઋષભદેવ એક વર્ષ સુધી અને વર્ધમાન સ્વામી છ માસ સુઘી–એ પ્રમાણે આહારપાણી રહિત વિચર્યા છે. તે દૃષ્ટાંત કરીને (બીજાઓએ પણ) તપકર્મમાં પ્રવર્તવું, ઉદ્યમ કરવો.”
ભાવાર્થ...આ ગાથામાં સર્વ ગુણવડે પ્રઘાન હોવાથી શ્રી વર્ધમાનસ્વામીને જિનચંદ્રની ઉપમા આપી છે. શ્રી ઋષભદેવ અને મહાવીર સ્વામીએ કરેલા ઉત્કૃષ્ટ તપનું દ્રષ્ટાંત આપીને ગુરુ, શિષ્યને ઉપદેશ આપે છે કે એવા તીર્થકર ભગવતે પણ આવો ઉત્કૃષ્ટ તપ કર્યો છે, તો તમારે પણ તપ કરવામાં યથાશક્તિ જરૂર ઉદ્યમ કરવો. કેમકે ઉત્તમ પુરુષનાં દૃષ્ટાંત વડે બીજાઓએ પ્રવર્તવું યોગ્ય છે. હવે વીરપરમાત્માના દ્રષ્ટાંત વડે ક્ષમા રાખવાનો ઉપદેશ આપે છે–
जइ ता तिलोयनाहो, विसहइ बहुआई असरिस जणस्स। इअ जीअंतकराई, एस खमा सव्वसाहूणं ॥४॥ અર્થ-“જો ત્રણ લોકના નાથ તીર્થકરોએ અસહ્રશ જનોના–નીચ જનોના, જીવિતનો અંત કરે એવા ઘણા (દુષ્ટ ચેષ્ટિતો) સહન કર્યા તો તેવી ક્ષમા સર્વ સાઘુઓએ પણ રાખવી જોઈએ.” | ભાવાર્થ સંગમાદિ દેવોએ તેમજ બીજા ગોવાળ આદિએ પ્રાણનો નાશ કરે તેવા ઉપસર્ગો ક્યાં જે ભગવંત શ્રી મહાવીર સ્વામીએ અનંત શક્તિમાન છતાં સહન કર્યા, ક્ષમા રાખી–તેના પર ક્રોઘ કર્યો નહીં. એ પ્રકારની ક્ષમા સર્વ મુનિઓએ પણ ઘારણ કરવી, એટલે ભગવંતનું અનુષ્ઠાન હૃદયમાં ઘારણ કરીને પ્રાકૃત જનોના કરેલા તાડન તર્જનાદિ મુનિઓએ પણ સહન કરવા–એ આ ગાથાનો સાર છે.
ભગવંતની દૃઢતા સંબંધે કહે છે–
न चइजइ चालेउं महई महा वद्धमाण जिणचंदो । उवसग्ग सहस्सेहि वि, मेरु जहा वायगुंजाहिं ॥५॥