________________
૨૫
વિનયગુણ પ્રઘાનતા
અર્થ-જેમ મેરુ પર્વત ગુંજારવ કરતા પ્રબળ વાયુથી ચલાયમાન ન થાય તેમ મહઈ એટલે મોક્ષને વિષે જ કરી છે મતિ જેમણે એવા મહાન વર્ધમાન જિનચંદ્ર હજારો ઉપસર્ગવડે પણ ચલાવી શકાયા નહીં.”
ભાવાર્થ–મેરુ પર્વતની જેમ દેવ-મનુષ્યના કરેલા હજારો ઉપસર્ગથી પણ વિરપ્રભુ ચલાયમાન થયા નહીં, કારણ કે તેમને ધ્યાનથી ચલાવવા–ક્ષોભ પમાડવા કોઈ પણ શક્તિવાન નથી. તેથી જ તેમનું નામ દેવોએ “વીર' એવું પાડ્યું. આ દૃષ્ટાંત ધ્યાનમાં રાખીને અન્ય સાધુઓએ પણ પ્રાણાંત ઉપસર્ગ આવે
તો પણ ધ્યાનથી ચળવું નહીં. ઇત્યુપદેશ - હવે વિનય ગુણનું પ્રાધાન્ય બતાવવા માટે કહે છે
भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी ।
जाणतो वि तमत्थं, विम्हियहियओ सुणइ सव्वं ॥६॥ અર્થ–“ભદ્ર, વિશેષ વિનયવાન અને સમસ્ત શ્રુતજ્ઞાની એવા પ્રથમ ગણઘર શ્રી ગૌતમ સ્વામી તે અર્થને જાણતાં છતાં પ્રભુ જ્યારે કહે ત્યારે તે સર્વે વિસ્મિત હૃદયવાળા થઈને સાંભળે છે.”
ભાવાર્થભદ્ર એટલે કલ્યાણકારી-મંગળરૂપ અને અત્યંત વિનયી ગૌતમ સ્વામી શ્રુતજ્ઞાનના પારગામી–શ્રુતકેવલી છતાં એટલે સર્વ ભાવને જાણનાર હોવા છતાં પ્રથમ પુછાયેલા અર્થને ફરીને પણ ભગવંત જ્યારે કહે ત્યારે કૌતુકવડે પ્રકલ્લિત લોચનવાળા થઈને સાંભળે છે. આ પ્રમાણે બીજા શિષ્યોએ પણ વિનયપૂર્વક ગુરુને પૂછવું ને તે જે કહે તે સાંભળવું. ઇત્યુપદેશ | વિનય ઉપર લૌકિક દૃષ્ટાંત આપે છે–
जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति । . इअ गुरुजणमुहभणिअं, कयंजलिउडेहिं सोअव्वं ॥७॥ ' અર્થ–“રાજા જે આજ્ઞા કરે છે તે તેનું પ્રકૃતિમંડળ–સેવક વર્ગ મસ્તકે કરીને ઇચ્છે છે, અર્થાત્ તે આજ્ઞાને માન્ય કરે છે, તે પ્રમાણે ગુરુજનના મુખથી કહેવાયેલું (શિષ્યોએ) હાથ જોડીને સાંભળવું.”
ભાવાર્થ–સપ્તાંગ સ્વામી એવો રાજા જે કહે છે તે તેનો સેવક વર્ગ માથે હાથ જોડીને પ્રમાણ કરે છે તે પ્રમાણે ગુરુમહારાજ શાસ્ત્રોપદેશાદિ જે કહે તે - ભક્તિવડે કરકમળ જોડીને વિનય પૂર્વક શિષ્યવર્ગે સાંભળવું. આમ કહેવાવડે શિષ્યોને વિનયની જ પ્રાધાન્યતા છે એમ ઉપદેશ આપ્યો છે.
૧. સ્વામી, અમાત્ય, મિત્ર, ભંડાર, દેશ, કિલ્લો અને લશ્કર એ રાજ્યના સાત અંગ છે.