________________
સ્વાધ્યાય અને વિનય દ્વાર
૨૭૯
(ધર્મધ્યાનાદિક) થાય છે, અને સર્વ ૫૨માર્થને (વસ્તુસ્વરૂપને) જાણે છે, તેમજ સ્વાધ્યાયમાં વર્તતા મુનિને ક્ષણે ક્ષણે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ રાગદ્વેષરૂપ વિષ દૂર થવાથી નિર્વિષ થાય છે.’’
उडुमहतिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सव्वो लोगालोगो, सज्झायविउस्स पच्चक्खो ॥ ३३९॥ અર્થ—“સ્વાધ્યાય (સિદ્ધાન્ત)ને જાણનાર એવા મુનિને ઊર્ધ્વલોક, અધોલોક ને તિર્યશ્લોક—એ ત્રણે લોકોનું સ્વરૂપ, ચંદ્ર સૂર્યાદિ જ્યોતિષ્ક, વૈમાનિકના નિવાસ અને સિદ્ધિસ્થાન (મોક્ષ), એ સર્વ લોકાલોકનું સ્વરૂપ પ્રત્યક્ષ છે. ચૌદ રહ્યુ પ્રમાણ લોક અને તેથી ભિન્ન અપરિમિત અલોક—તેનું સ્વરૂપ સ્વાધ્યાયને બળે મુનિ જાણે છે.”
जो निच्चकाल तव - संजमुज्जओ न वि करेइ सज्झायं । अलसं सुहसीलजणं, न वि तं ठावेइ साहुपए || ३४०॥ અર્થ—“જે સાધુ નિરંતર તપ તથા પાંચ આસ્રવના નિરોધરૂપ સંયમમાં ઉદ્યમવાન છતાં પણ અધ્યયન-અધ્યાપનરૂપ સ્વાધ્યાય ન કરે, સ્વાધ્યાયમાં ઉદ્યમ ન કરે, તો તે આળસુ અને સુખશીલ (સુખમાં લંપટ) મુનિને લોકો સાધુમાર્ગમાં સ્થાપન કરતા નથી, સાધુ તરીકે ગણતા નથી. કારણ કે જ્ઞાન અને ક્રિયા એ બન્ને વડે જ મોક્ષ છે. તેથી તે બન્નેનું આરાધન કરવું જોઈએ.”
આ સાતમું સ્વાધ્યાયદ્વાર કહ્યું. હવે આઠમું વિનયદ્વાર કહે છે—
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाउ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ॥३४१ ॥ અર્થ—“વિનય એ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીનું મૂળ છે. વિનયવાળો સાધુ જ સાધુ કહેવાય છે. વિનયથી વિપ્રમુક્ત (રહિત) એટલે ભ્રષ્ટ થયેલાને ધર્મ ક્યાંથી અને તપ પણ ક્યાંથી હોય? અર્થાત્ વિનય વિના ધર્મ અને તપ બન્ને હોતાં નથી.’’
विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । ન વાડ્ ટુવ્વિળીગો, સાસિદ્ધિ સમાગેર્ રૂ૪૨॥ અર્થ—“વિનય બાહ્ય અને અત્યંતર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે, વિનયવાન પુરુષ યશ (સર્વ દિશામાં વ્યાસ થનારું) અને કીર્તિ (એક દિશામાં પ્રસરનારી) ને પામે છે. દુર્વિનીત (વિનય રહિત) પુરુષ પોતાના કાર્યની સિદ્ધિને કદાપિ પામતો નથી અર્થાત્ અવિનીતને કાર્યસિદ્ધિ થતી નથી.’
આ વિનયદ્વાર કહ્યું. હવે નવમું તપ દ્વાર કહે છે—