________________
૨૨૨
ઉપદેશમાળા આ સર્વ દુનિયા સ્વાર્થની જ સગી છે. વાસ્તવિક કોઈ કોઈને વહાલું નથી. આ રીતે અનિત્ય ભાવના ભાવતાં ઘાતકર્મનો ક્ષય થવાથી મરુદેવી માતા કેવળજ્ઞાને પામી અંતર્મુહૂર્તમાં જ મોક્ષપદને પામ્યા. “આ મરુદેવી માતા પ્રથમ સિદ્ધ થયા’ એમ કહીને દેવોએ તેમનો દેહ ક્ષીરસાગરમાં નાંખ્યો.
આ દ્રશ્ચંત લઈને કેટલાક માણસો એમ કહે છે કે “તપ સંયમ વગેરે અનુષ્ઠાન કર્યા વિના જેમ મરુદેવી માતા સિદ્ધિપદ પામ્યા, તેમ અમે પણ મોક્ષ પામીશું.” એવું આલંબન ગ્રહણ કરે છે, પણ વિવેકી પુરુષોએ તેવું આલંબન ગ્રહણ કરવા લાયક નથી.
*** किं पि कहिं पि कयाई, एगे लद्धीहि केहि वि निभेहि। .. पत्तेयबुद्धलाभा, हवंति अच्छेरयम्भूया ॥१८०॥
અર્થ–બકેટલાક પ્રત્યેકબુદ્ધ) પુરુષો, કોઈક વખત કાંઈક વસ્તુ જોઈને, કોઈક સ્થાને, આવરણકારી કર્મના ક્ષયોપશમરૂપ લબ્ધિવડે કરીને, કોઈક વૃદ્ધ વૃષભ (બળદ) વગેરે વસ્તુ જોવા રૂપ નિમિત્તવડે પ્રત્યેકબુદ્ધપણે સમ્યક દર્શન, ચારિત્રાદિકનો લાભ પ્રાપ્ત કરે છે તે આશ્ચર્યભૂત છે, એટલે તેવાં દૃષ્ટાંતો થોડાંક જ હોય છે. માટે તેનું આલંબન પણ ગ્રહણ કરવા યોગ્ય નથી.”
. निहिसंपत्तमहन्नो, पत्थिंतो जह जणो निरुत्तप्पो।
इह नासइ तह पत्ते-अबुद्धलछिं पडिच्छंतो ॥१८१॥ અર્થ– “જેમ આ જગતમાં નિધિને ઇચ્છતો પણ તેને લેવા માટે (બલિવિઘાનરૂ૫) ઉદ્યમને નહીં કરતો એવો અઘચ એટલે અપુણ્યશાળી માણસ તે પ્રાપ્ત થયેલા (રત્નસુવર્ણાદિકથી ભરેલા) નિધિનો પણ નાશ કરે છે, તેમ પ્રત્યેકબુદ્ધપણાની લક્ષ્મીને વાંછતો એવો પુરુષ પણ તપ-સંયમાદિક બલિવિઘાન નહીં કરવાથી મોક્ષરૂપ નિદાનનો નાશ કરે છે.”
सोऊण गई सुकुमा-लियाए तह ससगभसगभयणीए।
ताव न वीससियव्वं, सेयट्टीधम्मिओ जाव ॥१८२॥ અર્થ–“તથા સસક અને ભસક નામના બે ભાઈઓની બહેન સુકુમાલિકાની ગતિ (અવસ્થા) સાંભળીને જ્યાં સુધી રુધિર-માંસથી રહિતપણાએ કરીને જેના અસ્થિ (હાડકાં) શ્વેત એટલે ઉજ્જવળ થયેલાં છે એવો ઘાર્મિક (ઘર્મસ્વભાવ) થાય ત્યાં સુધી પણ વિષયરાગાદિકનો વિશ્વાસ કરવો નહીં. અર્થાત્ શરીરમાં લોહી અને માંસ સુકાઈ જાય અને હાડકાં ઘોળા થઈ જાય તોપણ ઘર્મવાનું સાઘુએ વિષય આદિનો વિશ્વાસ કરવો નહીં.”