________________
૧૮
ઉપદેશમાળા
અર્થ-જેમણે પરભવનું સ્વરૂપ જાણ્યું છે એવા મુનિઓ આક્રોશ, તર્જના, તાડના, અપમાન અને હીલના વગેરે દ્રઢપ્રહારીની જેમ ક્ષમા કરે છે–સહન કરે છે.'
ભાવાર્થ-જેમ પ્રહારીએ સહન કર્યું તેમ બીજાઓએ પણ સહન કરવું. આક્રોશ તે શ્રાપ દેવો, તર્જન તે ભૃકુટિ ભંગાદિ વડે નિર્ભત્સના કરવી, તાડન તે લાકડી વગેરેથી કૂટવા, અપમાન તે અનાદર અને હીલના તે જાત્યાદિનું ઉદ્ઘાટન કરીને નિંદવા એ પ્રમાણે સમજવું. અર્થાત્ એ સર્વ સહન કરવું એવો આ ગાથાનો . ઉપદેશ છે. અહીં દ્રઢપ્રહારીનું ઉદાહરણ સમજવું.
વૃઢપ્રહારીનું વૃત્તાંત માર્કદી નગરીમાં સમુદ્રદત્ત નામે એક બ્રાહ્મણ વસતો હતો. તેને સમુદ્રદત્તા નામે ભાર્યા હતી. એક દિવસ તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે પ્રતિદિન વઘતાં સતો સેંકડો અન્યાય કરે છે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તે લોકોને મારે છે, ખોટું બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીસમાગમ કરે છે, ભક્ષ્યાભઢ્યના વિવેકને જાણતો નથી, કોઈની શિખામણ માનતો નથી, માતાપિતાની અવજ્ઞા કરે છે. એ પ્રમાણે મહા અન્યાયાચરણમાં ચતુર એવો તે શહેરમાં ભમ્યાં કરે છે.
એકદા રાજાએ તેના સંબંધી હકીક્ત સાંભળીને, આ અયોગ્ય છે એમ જાણી દુર્ગપાળને બોલાવીને કહ્યું કે “વિરસ વાજિંત્રો વગાડતાં આ અઘમ બ્રાહ્મણને શહેરની બહાર કાઢી મૂકો.” લોકોએ પણ એ બાબતમાં અનુમોદન આપ્યું. દુર્ગપાળે તે પ્રમાણે કર્યું. તે બ્રાહ્મણ પણ મનમાં અતિ વેષ રાખી નગરમાંથી નીકળી ભીલપલ્લીમાં ગયો. ત્યાં તે ભીલપતિને મળ્યો. ભીલપતિએ પણ અમારા કામમાં આ કુશળ છે એવું લક્ષણોથી જાણી તેને પોતાના પુત્ર તરીકે સ્થાપિત કર્યો અને પોતાના ઘરની સઘળી સંપત્તિ તેને સ્વાધીન કરી. ત્યાં રહેતો સતો તે કમારપણે વિચરે છે અને ઘણા જીવોને નિર્દયપણે મારે છે તેથી લોકમાં દ્રઢપ્રહારી એ નામથી તે પ્રસિદ્ધ થયો.
એક દિવસ તે મોટું ગાડું લઈને કુશસ્થલ નગર લૂંટવા ગયો. તે વખતે તે નગરમાં દેવશર્મા નામનો એક દરિદ્ર બ્રાહ્મણ વસતો હતો. તે દિવસે તેણે ઘણા મનોરથપૂર્વક પોતાના ઘરે ક્ષીરનું ભોજન રંધાવ્યું હતું અને પોતે સ્નાનાર્થે નદીએ ગયો હતો. તે અવસરે કોઈ એક ચોરે તે બ્રાહ્મણનાં ઘરમાં દાખલ થઈ તે ક્ષીરનું ભાજન ઉપાડ્યું. તે જોઈને રુદન કરતાં તે બ્રાહ્મણનાં બાળકોએ નદીએ જઈ પોતાના પિતાને તે કહ્યું. સુથાતુર થયેલ તે બ્રાહ્મણ પણ જલદી ઘેર આવી ક્રોધિત થઈને મોટી ભોગળ લઈ મારવા માટે તે ચોર પાસે આવ્યો. બન્ને પરસ્પર લડવા લાગ્યા. તે વખતે પેલા દ્રઢપ્રહારીએ આવીને ખડુગથી બ્રાહ્મણને મારી નાખ્યો. તેને ભૂમિપર પડેલો જોઈને ક્રોધાવેશથી પરવશ થઈ પોતાનું પૂછડું ઊંચું કરી તે