________________
૧૭૭
કષાયનું ફળ
અર્થ–“જેમ વનમાં લાગેલો દાવાનળ ઉતાવળો ઉતાવળો જ્વલિત થઈને (સળગીને) ક્ષણમાત્રમાં આખા વનને બાળી નાખે છે તેમ કષાયપરિણત એટલે કષાય પરિણામે વર્તતો જીવ તપ-સંયમને પણ શીધ્ર બાળે છે, નાશ પમાડે છે.” તેથી સમતા જ ચારિત્રઘર્મનું મૂળ છે એમ સમજવું.
परिणामवसेण पुणो, अहिओ ऊणयरउव्व हुज खओ।
तहवि ववहारमित्तेण, भण्णइ इमं जहा थूलं ॥१३३॥ અર્થ “વળી પરિણામને વશે એટલે જેવા જેવા પરિણામ થાય તે પ્રમાણે અઘિક અથવા ઓછો તપ સંયમનો ક્ષય થાય છે, તથાપિ વ્યવહાર માત્ર કરીને આ કહેવાય છે કે સ્થળ ક્ષય થાય છે. પરંતુ તે વ્યવહારનયનું વચન સમજવું. નિશ્ચયનયે તો કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રનો તીવ્રતર ક્ષય થાય છે અને મંદ પરિણામે મંદ ક્ષય થાય છે. તેથી જેવા જેવા પરિણામ તે અનુસાર ક્ષય થાય છે એમ જાણવું. *
फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो हणइ मासतवं ।
वरिसतवं सवमाणो, हणइ हणंतो अ सामण्णं ॥१३४॥ - અર્થ–“કઠણ વચન કહેવાથી એટલે ગાળ દેવા વગેરેથી તે દિવસના કરેલા તપ સંયમાદિ પુણ્યને હણે છે, ક્ષય પમાડે છે, અઘિક્ષેપ એટલે અત્યંત ક્રોઘ કરીને જાતિ કુળ મર્યાદિનો પ્રકાશ (પ્રગટ) કરવાથી મહિનાના તપ સંયમનો ક્ષય કરે છે, તારું આવું અશ્રેય થશે” એમ શાપ દેવાથી વર્ષ પર્વતના તપસંયમને હણે છે અને યષ્ટિ ખાદિ વડે પરનો ઘાત કરવાથી જન્મ પયંતના શ્રામસ્થને (શ્રમણપણાને) હણે છે. આ બધા વ્યાવહારિક વચનો સમજવા. '
अह जीविरं निकिंतइ हंतूण य संजमं मलं चिणइ।
નીવો માયાવદુરો, પરિમમાફ ૩ ને સંસાર ૧રૂા. - અર્થ–“અથ એટલે કષાયનાં ફળ કહ્યાંથી અનંતર પ્રમાદનાં ફળ કહે છે–પ્રમાદ બહુલ એટલે બહુ પ્રમાદવાળો (પ્રમાદપરવશ) સંસારી જીવ સંયમરૂપી જીવિતને હણે છે અને સંયમને હણીને પાપકર્મરૂપ મળને પુષ્ટ કરે છે, જેથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે.” તેથી પ્રમાદને ત્યજવો જોઈએ.
અહીં પાંચ આમ્રવનો ત્યાગ, પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ચાર કષાયનો જય અને ત્રણ દંડની વિરતિરૂપ સંયમના સત્તર ભેદ સમજવા.
अक्कोसण तजण ताडणाओ, अवमाण हीलणाओ अ । मुणिणो मुणिय परभवा, दढप्पहारिव्व विसहति ॥१३६॥
' ૧૨