________________
-
30
(૪૭) પરશુરામ અને સુભૂમની કથા ભોંયરામાં રાખી. તેને ત્યાં પુત્ર થયો. તેનું નામ સુબૂમ પાડ્યું. અનુક્રમે તે મોટો થવા લાગ્યો. પરશુરામે ક્ષત્રિયો ઉપર ક્રોઘ કરીને સાત વાર નક્ષત્રી પૃથ્વી કરી અને મારેલા ક્ષત્રિયોની દાઢોને એકઠી કરીને એક થાળ ભરી મૂક્યો.
એક દિવસ ફરતો ફરતો પરશુરામ પેલા તાપસીની ઝૂંપડીએ આવ્યો, ત્યારે પરશુની અંદરથી વાલા નીકળવા લાગી. તેથી પરશુરામે તાપસીને પૂછ્યું કે ખરું બોલો, કોઈ પણ ક્ષત્રિય અહીં છે? કારણ કે મારી પરશુમાંથી અંગારા વરસે છે. ત્યારે તાપસીએ કહ્યું કે “અમે ક્ષત્રિયો જ છીએ.” પરશુરામે તપસ્વીઓ ઘારી તેમને છોડી દીઘા. એ પ્રમાણે સર્વ ક્ષત્રિયોને મારીને તે નિષ્ફટકપણે હસ્તિનાપુરનું રાજ્ય ભોગવવા લાગ્યો. એક દિવસે પરશુરામે કોઈ નિમિત્તિકને પૂછ્યું કે “મારું મૃત્યુ કોનાથી થશે?' નિમિત્તિકે કહ્યું કે “જેની દ્રષ્ટિથી આ ક્ષત્રિયોની દાઢો ક્ષીરરૂપ થઈ જશે અને જે તે ભોજન કરશે તે તમને મારશે.” તે સાંભળીને પરશુરામે પોતાના મારનારને ઓળખવા માટે એક દાનશાળા બંઘાવી અને ત્યાં સિંહાસન ઉપર દાઢોનો થાળ મૂક્યો.
અહી વૈતાદ્યવાસી મેઘનાદ નામના વિદ્યાઘરે નિમિત્તિયાના કહેવાથી, પોતાની પુત્રીનો વર સુભમ થશે એમ જાણીને, ત્યાં આવી સુભમને પોતાની પુત્રી અર્પણ કરી, અને પોતે તેનો સેવક થઈ ત્યાં રહ્યો. એક દિવસ સુભૂમે પોતાની માતાને પૂછ્યું કે “હે માતા! શું ભૂમિ આટલી જ છે?” એવા પુત્રના શબ્દો સાંભળીને નેત્રમાં અશ્રુ લાવી ગદ સ્વરે તારા રાણીએ પૂર્વની સઘળી હકીક્તા જણાવી અને કહ્યું કે “હે પુત્ર! તારા પિતા અને પિતામહને હણીને તથા સર્વ ક્ષત્રિયોનો નાશ કરીને પરશુરામ આપણું રાજ્ય ભોગવે છે, અને આપણે તેના ભયથી નાસીને આ તાપસીનો આશ્રય કરી અહીં ભોંયરામાં રહ્યા છીએ.” એ પ્રમાણે માતાના મુખથી સાંભળીને સુભૂમ ક્રોધિત થઈ એકદમ ભોંયરામાંથી બહાર નીકળ્યો, અને મેઘનાદ સાથે હસ્તિનાપુર જઈ દાનશાળાએ આવ્યો. તે વખતે દાઢોનો થાળ સુમની દ્રષ્ટિએ પડતાં તે દાઢોની ક્ષીર થઈ ગઈ એટલે તે ક્ષીર સુભૂમ ખાવા લાગ્યો. પરશુરામે તે વાત જાણી એટલે સદ્ધ થઈને જાજ્વલ્યમાન પરશુ લઈ બહાર નીકળ્યો, પરંતુ પરશુરામનું તે હથિયાર સુભ્રમની દ્રષ્ટિ પડતાં જ તેના પૂર્વપુણ્યથી નિસ્તેજ થઈ ગયું. પછી સુભૂમે ભોજન કર્યા પછી ઊઠીને તે થાળ પરશુરામ ઉપર ફેંક્યો, એટલે તે થાળનું સહસ્ત્ર દેવતાઓ દ્વારા અઘિષ્ઠિત એવું ચક્ર બની ગયું; અને તે ચક્રે પરશુરામનું શિર કાપી નાખ્યું. તે વખતે સુભૂમને ચક્રવર્તીપદનો ઉદય થયો, જય જય શબ્દો બોલાવા લાગ્યા, અને દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. પછી પરશુરામે મારેલા ક્ષત્રિયોના વૈરનું સ્મરણ કરીને તેણે એકવીશ વખત બ્રાહ્મણરહિત પૃથ્વી કરી.